સોનગઢ તાલુકાના ચકવાણ ગામે ડેલા ફળિયામાં રહેતા ખેડૂત મુકેશભાઈ કાંતિભાઈ ગામીતના બે સંતાનમાં નાનો પુત્ર તૃપ્તેશ (ઉ.વ.૨૧) સુરતના સચિન ખાતે વેફર્સ બનાવતી ફેક્ટરીમાં કામ કરતો હતો. ત્યારે ગુરુવારે પોતાની મોપેડ બાઈક નંબર જીજે/૨૬/એસી/૩૦૭૮ લઈને સચીનથી ઘરે ચકવાણ ગામ જવા નીકળ્યો હતો.
તે સમયે રસ્તામાં સોનગઢ તાલુકાના ગાળકુવા ગામે દાદરી ફળિયામાં નવું ગરનાળું બની રહ્યું હતું. જેથી રસ્તા ઉપર ડાઇવર્ઝનનું સાઈન બોર્ડ મુક્યું હતું. જોકે રાત્રે તૃપ્તેશ પૂરઝડપે પસાર થતો હતો તે વખતે સાઈન બોર્ડ જોયા વગર આગળ ઘસી આવતા સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવી મોપેડને સ્લીપ ખવડાવી હતી. જેમાં માથાનાં ભાગે ગંભીર રીતે ઘવાયો હતો. ત્યારબાદ વ્યારા જનરલ હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે સુરત લઈ જતા રસ્તામાં તૃપ્તેશ ગામીતનું મોત નિપજ્યું હતું. બનાવ અંગે સંજયભાઈ ગામીતે પોલીસ મથકે અકસ્માત અંગેની જાણ કરી હતી.