Accident: અજાણ્યા વાહન અડફેટે બાઈક ચાલકનું મોત

વ્યારા નગરમાંથી પસાર થતો વ્યારા સોનગઢ હાઈવે ઉપર આવેલ ભારત પેટ્રોલ પંપની પાસે જાહેર રોડ ઉપર એક ફોરવ્હીલ ગાડીની ટક્કરે આવતાં મોપેડ બાઈક ચાલકનું ગંભીર ઈજાને કારણે મોત નિપજ્યું હતું. બનાવ અંગે પોલીસે તપાસ શરૂ કરી હતી.

મળતી માહિતી મુજબ, વ્યારાના ડ્રીમ હોમ્સમાં રહેતા અમરસીંગભાઈ માનસીંગભાઈ ચૌધરી (મૂળ રહે.ડોલવણ, જૂનું પટેલ ફળિયું)નાઓ ગત તારીખ ૧૭-૦૧-૨૦૨૫ નારોજ વ્યારા સોનગઢ હાઈવે ઉપર આવેલ ભારત પેટ્રોલ પંપની પાસે જાહેર રોડ ઉપરથી પોતાની મોપેડ બાઈક લઈ પસાર થતા હતા તે સમયે એક અજાણ્યા ફોરવ્હીલ ગાડીના ચાલકે પોતાના કબ્જાની ગાડી પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી અમરસીંગભાઈની મોપેડ બાઈકને ટક્કર મારી અકસ્માત સરજાયો હતો. જોકે આ અકસ્માતમાં અમરસીંગભાઈને માથાના પાછળના ભાગે અને મોઢાના ભાગે તેમજ શરીરના ભાગે નાની-મોટી ઈજા પહોંચતા તેમનું મોત નિપજ્યું હતું. બનાવ અંગે મૃતકના પુત્ર જલદીપભાઈ ચૌધરીનાએ તારીખ ૦૨-૦૨-૨૦૨૫ નારોજ અજાણ્યા ફોરવ્હીલ ગાડીના ચાલક સામે વ્યારા પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી આગળની વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

error: Content is protected !!