બૃહનમુંબઈ મહાનગર પાલિકા શિક્ષણ વિભાગ દ્વારા આયોજિત ખાનગી પ્રાથમિક શાળા ની આંતર શાલેય એક પાત્રી અભિનય સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું૧૧ ખાનગી શાળાના વિદ્યાર્થીઓએ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો. ૪ ફેબ્રુઆરી ૨૦૨૫ નારોજ યોજાયેલ આ સ્પર્ધાનું આયોજન શ્રી મુંબાદેવી મંદિર રતનચંદ્રજી પ્રાથમિક કન્યાશાળા,ઘાટકોપર પશ્ચિમ માં (પ્રિન્સિપાલ આરતીબેન પંડ્યા ) બૃહન મુંબઈ મહાનગર પાલિકાનાં બીટ ઓફિસર મનીષાબેન રાંભીયાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું.
ખૂબ સરસ અભિવ્યક્તિ અને માત્ર 3 મિનિટમાં એકાકી નાટ્ય વડે એક સંદેશ પહોંચાડવો એ કામ અઘરું થઈ પડે છે પણ શિક્ષકના સાથ સહકાર એમની મહેનત સાથે વિદ્યાર્થીનો રંગમંચ પર અભિનય,અભિવ્યક્તિઓ, ડાયલોગ ડિલિવરી, સ્ટેજનો સદુપયોગ અને આત્મવિશ્વાસ સાથે પાત્રનું પ્રદર્શન લાજવાબ રહ્યું હતું. હીનાબેન ગાલા અને બીજલબેન જગડને આ કાર્યક્રમમાં આદરણીય જજ નું કામ સોંપવામાં આવ્યું હતું,
પ્રથમ ક્રમાંકે રામજી અસર સ્કૂલની વિદ્યાર્થીની નીશી દીપેશ પટેલ ,બીજા ક્રમાંકે એમ . એમ.આર.પી .કન્યા શાળા ની વિદ્યાર્થિની રિદ્ધિમાં મકવાણા અને ત્રીજા ક્રમાંકે એમ.પી. ભૂતાના મહેન્દ્ર ચૌહાણ ને વિજેતા ઘોષિત કરવામાં આવ્યા હતા અને બીજા ૩ આશ્વાસન ઇનામના વિજેતા કાવ્ય બેરા, જિહાંત વસાવા અને પ્રીતિ પરમારને ઘોષિત કરવામાં આવ્યા હતા.