સ્ટેટ મોનિટરિંગ સેલના પીએસઆઈ અને તેમની ટીમે બાતમીના આધારે લિંબાયતના નીલગીરી રોડ પર શાહપુર નજીકથી નવાબ કુમરૂદ્દીન શેખ (રહે. મહાપ્રભુનગર, લિંબાયત)ને પકડી પાડયો હતો. તેની તલાશી લેતા દેશી હાથ બનાવટનો તમંચો મળી આવ્યો હતો.
પોલીસે રૂ.૧૦ હજારનો તમંચો કબજે લઈ લિંબાયત પોલીસમાં આર્મ્સ એક્ટ અન્વયે ગુનો નોંધાવ્યો હતો.પ્રાથમિક તપાસમાં નવાબે ૪ વર્ષ પહેલાં મહારાષ્ટ્રના માલેગાંવના મુસ્તાક ઉર્ફે મુસ્તકીમ અન્સારી પાસેથી તમંચો મેળવ્યો હતો.મુસ્તાકને વોન્ટેડ જાહેર કરાયો હતો. નવાબ ગુનાઈત ઇતિહાસ ધરાવે છે. લિંબાયત પોલીસમાં વર્ષ ૨૦૧૮માં ચોરીના ગુનામાં તો ડેડિયાપાડા પોલીસના હાથે દારૂના કેસમાં પકડાઈ ચૂક્યો છે. શો-બાજી કહો કે સીનસપાટા કરવા માટે તે તમંચો લઈને ફરતો હતો.