રાજ્યના આ બે મોટા ધારાસભ્યને કોર્ટનું તેડું

ગુજરાતમાં બજેટ સત્ર વચ્ચે રાજકોટની કોર્ટે ભાજપના ધારાસભ્ય સી જે ચાવડા અને કૉંગ્રેસ ધારાસભ્ય શૈલેષ પરમારને તેડું મોકલ્યું હતું. સી.જે ચાવડા, શૈલેષ પરમાર અને સુખરામ રાઠવા દ્વારા રાજકોટના કુવાડવા રોડ પર આવેલી સહારા ઈન્ડિયાની જમીનમાં ઝોન ફેરફાર કરાવી 500 કરોડનું કૌભાંડ કર્યાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. જે મુદ્દે પૂર્વ મુખ્ય પ્રધાન વિજય રૂપાણી અને ભાજપ અગ્રણી નેતા નીતિન ભારદ્વાજ સામે આ આક્ષેપ કરાયા હતાં, જેની સામે ભારદ્વાજે રાજકોર્ટ કોર્ટમાં બદનક્ષીની ફરિયાદ કરી હતી.

જોકે, વિજય રૂપાણી અને નીતિન ભારદ્વાજ દ્વારા આ આરોપોને નકારી દેવામાં આવ્યા હતાં. આ સિવાય આ આરોપ તદ્દન ખોટા અને વાહિયાત જણાવી વિજય રૂપાણીએ ગાંધીનગર કોર્ટ અને નીતિન ભારદ્વાજે રાજકોટ કોર્ટમાં બદનક્ષીનો દાવો કર્યો હતો.જોકે, ગાંધીનગરની કોર્ટમાં આ મામલે વિજય રૂપાણી સાથે સમાધાન થઈ ગયું હતું અને રૂપાણીએ પોતાનો દાવો પાછો ખેંચી લીધો હતો.સી. જે ચાવડા કહ્યું, બે કેસ કોર્ટમાં ચાલતા હતાં અને અગાઉ આ મામલે સમાધાન થઈ ગયું છે. આ ધરપકડ વોરંટ નથી ફક્ત 21 માર્ચના દિવસે કોર્ટમાં હાજર રહેવાની નોટિસ છે.અમારૂ સમાધાન થઈ ચુક્યું છે અને માત્ર કોર્ટમાં હાજર રહેવાની વાત છે.કૉંગ્રેસ નેતા શૈલેષ પરમારે જણાવ્યું કે, બે મુદ્દતમાં અમે લોકો હાજર રહ્યાં નહતાં. તેથી, કોર્ટે ધરપકડ વોરંટ કાઢ્યું હોઈ શકે.જે પણ લીગલ કાર્યવાહી કોર્ટ તરફથી કરવામાં આવશે તેની સામે અમારા વકીલ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે.

error: Content is protected !!