વાલોડનાં ભીમપોર ગામે ભીંડાના ખેતરમાં કામ કરી રહેલા ખેડૂત ઉપર અચાનક જંગલી ભૂંડે હુમલો કરી પગના ભાગે ઈજાઓ પહોંચાડી હતી. ખેડૂતો પ્રતિકાર કરતા ભૂંડ ભાગી ગયું હતું. ઘાયલ ખેડૂતને વાલોડથી બારડોલી સારવાર અર્થે લઇ જવામાં આવ્યો હતો. ઘટનાને પગલે સ્થાનિકોમાં ભયનો માહોલ ઊભો થયો હતો.
સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, વાલોડ તાલુકાનાં ભીમપોર ગામનાં ડુંગરી ફળિયામાં રહેતા રામુભાઈ છાણીયાભાઈ ચૌધરી (ઉ.વ.૫૦) મંગળવારે બપોરે ૩.૩૦ વાગ્યે બપોરે ઘર નજીક ખેતમાં ભીંડાનું કામ કરી રહ્યા હતા. તે સમયે ખેતરમાં અચાનક જંગલી ભૂંડ આવી ચડયું હતું. તેણે રામુભાઈ હુમલો કરી જમણા અને ડાબા પગમાં જાંઘ અને ઘૂંટલનાં નીચે મોટા ઘા કર્યા હતા. રામુભાઈએ બૂમો પાડતાં આસપાસના ખેતરોમાંથી લોકો દોડી આવતા ભૂંડ ભાગી ગયું હતું. લોકો ઈજાગ્રસ્ત હાલતમાં રામુભાઈ ચૌધરીને ખાનગી ટેમ્પોમાં વાલોડ સરકારી દવાખાને લઈ ગયા હતા. જયાંથી વધુ સારવાર અર્થે બારડોલી લઈ ગયા હતા.