શહેરના નવાગામ ડિંડોલી વિસ્તારમાં રહેતી ૧૬ વર્ષીય તરુણીને પેટમાં દુખાવાની તકલીફ થતાં માતા સ્મીમેર હોસ્પિટલમાં લઇ ગઇ હતી. અહીં ચેક કરી આ તરુણીને પાંચથી છ મહિનાનો ગર્ભ હોવાનું તબીબોએ નિદાન કર્યું હતું. માતાએ પૂછપરછ કરતાં તરુણીએ જણાવ્યું હતું કે તે તુલસીધામ સોસાયટીમાં રહેતા અને ચાની લારી ચલાવતાં કનૈયા ઉર્ફે કનુ દેવારામ રાણા સાથે પરિચયમાં આવી હતી. નવેમ્બર-૨૪માં તે તેને ચપ્પુની અણીએ ફરવા માટે ગાર્ડનમાં લઇ ગયો હતો. જ્યાંથી ઓયો હોટેલમાં લઇ જઇ દુષ્કર્મ આચર્યું હતું. છેલ્લા કેટલાક વખતથી તે તેને ઓયો હોટેલ તથા તેના મિત્રના ઘરે લઇ જઇ દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવ્યાનું જણાવતાં પોલીસે કનૈયા રાણા વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો.
