હવામાન વિભાગ દ્વારા આપવામા આવેલી અતિભારે વરસાદ તથા વાવાઝોડાની આગાહીને પગલે, ડાંગ જિલ્લાના તમામ અધિકારી/કર્મચારીઓને તેમના હેડ કવાર્ટર પર સતત હાજર રહેવા કલેકટર સુશ્રી શાલિની દુહાને સૂચના આપી છે.
ભારે વરસાદ તથા વાવાઝોડાને કારણે જિલ્લામાં કોઇ અનિચ્છનીય ઘટના/બનાવ બનવા ન પામે તે માટે મહેસુલી તલાટી/તલાટી કમ મંત્રીશ્રી તેમજ અધિકારી કર્મચારીશ્રીઓના કાર્યક્ષેત્રમાં આવતાં ગ્રામજનો સાવચેતી રાખવા જણાવ્યું છે. જેમાં કોઝ-વે, ડેમ, નદી-નાળા, ઓવર ટોપીંગ બ્રીજ પરથી પસાર ન થાય તે બાબતે લોકોને જાણ કરવા જણાવ્યું છે. વધુમાં કોઇ અનિચ્છનીય બનાવ કે અન્ય કોઈ દુર્ઘટના બને તો તેની ત્વરિત જાણ તથા તે અંગેનો રીપોર્ટ સત્વરે જિલ્લાના ડિઝાસ્ટર કંટ્રોલરૂમ ખાતે કરવાની પણ સૂચનાઓ જારી કરવામા આવી છે.