Latest news tapi : આગામી ૨૧ જુન “આંતરરાષ્ટ્રીય યોગ દિવસ-૨૦૨૫”ની ઉજવણીના આયોજન અંગે બેઠક યોજાઈ

આગામી તારીખ ૨૧મી જૂન, ૨૦૨૫ના રોજ તાપી જિલ્લામાં યોજાનાર આતરરાષ્ટ્રીય વિશ્વ યોગ દિવસની ઉજવણીની પૂર્વ તૈયારીના ભાગરૂપે નિવાસી અધિક કલેકટરશ્રી આર.આર. બોરડના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે બેઠક યોજાઇ હતી.જેમાં અધ્યક્ષ સ્થાનેથી નિવાસી અધિક કલેકટરશ્રીએ તાપી જિલ્લા કક્ષાએ યોજાનાર કાર્યક્રમ સહિત દરેક તાલુકા કક્ષાએ, ગ્રામ્ય કક્ષાએ,શાળા-કોલેજોમાં ૨૧મી જૂન, ૨૦૨૫ આતરરાષ્ટ્રીય વિશ્વ યોગ દિવસની ઉજવણી થાય તેવું આયોજન કરવા સંબધિત અધિકારીઓને જણાવ્યું હતું.

તાપી જિલ્લા કક્ષાનો ૨૧મી જૂન, ૨૦૨૫ “આંતરરાષ્ટ્રીય વિશ્વ યોગ” દિવસની ઉજવણી કાર્યક્રમ વ્યારા સ્થિત દક્ષિણાપથ વિવિધલક્ષી વિદ્યાલય ખાતે યોજાનાર છે જેમાં વધુમાં વધુ લોકો ભાગ લે તે પ્રમાણેનું આયોજન કરવા તેમજ તમામ અધિકારી કર્મચારીઓને પણ કાર્યક્રમમાં સહભાગી થવા સુચના આપી હતી.આ સાથે વીજપુરવઠો,પાણીની વ્યવસ્થા,સ્વચ્છતા જાળવવા, મેડિકલ ટીમ તથા મેડિકલ વાનની સુવિધા ઉપલબ્ધ કરવા અંગે સુચનો કરાયા હતા.આ બેઠકમાં પ્રાંત અધિકારીશ્રી, નાયબ પોલિસ અધિક્ષકશ્રી,નાયબ કલેકટરશ્રી, જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી, યોગા બોર્ડના સભ્યો સહિત અન્ય અધિકારી/ કર્મચારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

error: Content is protected !!