તાપી જિલ્લાના નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી-તાપી, વ્યારા દ્વારા બાગાયત પાકોનાં મૂલ્યવર્ધન અને મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે ફળ અને શાકભાજી પરીક્ષણ તાલીમ યોજાઈ હતી. વ્યારા તાલુકાના જેસિંગપુરા ગામ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સ્થાનિક બહેનો જોડાઈ હતી.
તાલીમ અંતર્ગત કમ્યુનિટી કેનિંગ અને કિચન ગાર્ડનિંગ યોજના હેઠળ તા. ૯ થી ૧૩ જૂન-૨૦૨૫ દરમ્યાન પાંચ દિવસીય તાલીમ યોજાઈ હતી. જેમાં જેસિંગપુરા ગામની કુલ ૨૫ મહિલાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.તાલીમ દરમિયાન બાગાયત અધિકારી (કેનીંગ) શ્રીમતી ઉર્વશીજી વાઘેલા દ્વારા ફળ-ફુલ-શાકભાજીમાંથી વિવિધ પ્રોડક્ટ્સ જેમ કે મિક્સ ફ્રુટ જામ, ટોમેટો કેચપ, લીંબુ ચટણી, કેરીનું અથાણું, જાંબુનું શરબત, ગુલાબનું સીરપ, કેળાની વેફર વગેરે ૨૦ થી વધુ બનાવટો તૈયાર કરવાની પ્રક્રિયા બહેનોને શીખવાડવામાં આવી હતી.નોધનિય છે કે, તાલીમ દરમ્યાન દરેક મહિલા લાભાર્થીને રૂ. ૨૫૦/- પ્રતિ દિવસ હિસાબે કુલ રૂ. ૧૨૫૦/- સ્ટાઇપેન્ડ તેમના બેંક ખાતામાં જમા કરાશે.બાગાયત વિભાગની મહિલા વૃત્તિકા ઘટક હેઠળ આ યોજના માટે ૧૮ થી ૫૦ વર્ષ સુધીની બહેનો ikhedut પોર્ટલ ઉપર અરજી કરીને લાભ લઈ શકે છે. સખી મંડળો અને મહિલા સમૂહો માટે આ યોજના આત્મનિર્ભર બનવા માટે ઉત્તમ તક પૂરું પાડે છે.