Latest news tapi : જાહેરનામાંનો ભંગ : સોનગઢમાં ચાર મકાન માલિકો સામે ગુન્હો નોંધાયો

સોનગઢમાં ગેરકાયદેસર રીતે મકાન ભાડેથી આપતા મકાન માલિકો સામે જિલ્લા એસ.ઓ.જી.એ કાર્યવાહી હાથ ધરી છે. અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા પ્રસિદ્ધ કરાયેલ જાહેરનામાંનો ભંગ કરવા બદલ ચાર મકાન માલિકો સામે સોનગઢ પોલીસ મથકે ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે.

મળતી માહિતી મુજબ, તાપી જિલ્લા એસ.ઓ.જી. પોલીસ સ્ટાફના માણસો તારીખ ૧૫/૦૬/૨૦૨૫ નાંરોજ સોનગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ભાડુઆત ઈસમોને ચેક કરવા સારું પેટ્રોલીગમાં નીકળ્યા હતા. તે દરમિયાન સોનગઢ રેલવે સ્ટેશન રોડ ઉપર આવેલ અવતાર રેસીડન્સીમાં ભાડુઆત ઈસમોનું ચેકિંગ અને પૂછપરચ હાથ ધરી હતી. દરમિયાન (૧) દીપકભાઈ અશોકભાઈ મિસ્ત્રી (રહે.પીપળ ફળિયું, સોનગઢ), (૨) ગણેશભાઈ ઉત્તમભાઈ સુર્યવંશી (રહે.જીઈબી કોલોની ઉકાઈ), (૩) જ્ઞાનેશ્વરભાઈ ભટુભાઈ પ્રજાપતિ (ગણેશ નગર, સોનગઢ) અને (૪) ધોડુંભાઈ ગંગારામભાઈ નિકમ આ ચારેય મકાન માલિકોએ ભાડુઆતોની કોઈપણ પ્રકારની માહિતી જેમ કે ફોટા, બાયોડેટા અને આઈડી પ્રૂફ વિગતો નજીકના પોલીસ સ્ટેશનમાં તેમજ મામલતદાર કચેરીમાં આપી ન હતી. આ મામલે એસઓજી પોલીસે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલ જાહેરનામાના ભંગ કરવા બદલ જુદા-જુદા ચારેય મકાન માલિકો સામે સોનગઢ પોલીસ મથકે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Salute Tapi Police : રજનીકાંતના મુવી તથા બોલીવુડ ફિલ્મમાં રોલ આપવાની લાલચ આપી, સુરેશકુમાર કાસ્ટીંગના નામથી ફ્રોડ કરનાર સાયબર ઠગને ઝડપી પાડ્યો, દેશભરના અલગ અલગ રાજ્યોના દસ જેટલા ગુનાઓમાં પણ વોન્ટેડ હતો

error: Content is protected !!