અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં કુલ 184 DNA સેમ્પલ મેચ થયા છે જેમાં 124 સ્વજનોને મૃતદેહ સોંપવામાં આવ્યા છે,21 મૃતદેહ આજે પરિવારજનોને સોંપાશે અને દુર્ઘટનામાં 71 ઇજાગ્રસ્તોને દાખલ કરાયા હતા, દાખલ ઇજાગ્રસ્તોમાં કુલ 2 વ્યક્તિના મોત થયા છે.
શહેરમાં પ્લેન ક્રેશ દુર્ઘટનામાં 184મૃતકોનાં ડીએનએ સેમ્પલ મેચ થયાં છે જયારે અત્યાર સુધીમાં કુલ 133 મૃતદેહો પરિવારજનોને સોંપી દેવાયાં છે.આ પ્રક્રિયા સતત ચાલી રહી છે. દુર્ઘટના સમયે હોસ્પિટલમાં 71 દર્દીઓને દાખલ કરાયા હતા, જે પૈકી બે દદીઓનાં મૃત્યુ થયા છે, બાકીના 69 માંથી 42ને ડિસ્ચાર્જ કરાયા છે અને 1 દર્દીની સ્થિતિ હજુ ગંભીર છે તથા બાકીના દર્દીઓ સારવાર હેઠળ છે. 30 મેડિકલ સ્ટુડન્ટ દાખલ કરવામાં હતા, જેમાંથી હાલ એક સ્ટુડન્ટ દાખલ છે.
સિવિલ કેમ્પસમાં મૃતદેહો સોંપતી વખતે પોસ્ટ મોર્ટમ બિલ્ડિંગ ખાતે ભારે ગમગીન માહોલ છે. હોસ્પિટલ ઓથોરિટી કહે છે કે, ઉદેપુરના- ૨ વડોદરા- ૧૬, ખેડા-૧૦, અમદાવાદ- ૪૧, મહેસાણા-૫, બોટાદ-૧, જોધપુર-૧, અરવલ્લી-૨, આણંદ-૯, ભરૂચ-૫, સુરત-૪ ગાંધીનગર-દ, મહારાષ્ટ્ર-૨, દીવ-૫, જૂનાગઢ-૧, અમલ-સ્વિમહિસાગર-૧,ભાવનગર-લંડન-ર, પાટણ-૧, રાજકોટ-૧, મુંબઈ-૩ અને નડિયાદ-૧ના ડેડબોડી સ્વજનોને સોંપવામાં આવ્યા છે.
ડીએનએ સેમ્પલ મેચિંગની પ્રક્રિયા અત્યંત સંવેદનશીલ હોવાથી અને કાયદાકીય બાબતો પણ સંકળાયેલી હોવાથી આ પ્રક્રિયા ખૂબ જ ગંભીરતાપૂર્વક કરવામાં આવી રહી છે.