Latest news tapi : ઈકો કાર અડફેટે બાઈક ચાલક શખ્સ ઈજાગ્રસ્ત

વાલોડનાં બાજીપુરા ગામની સીમમાં નેશનલ હાઈવે પર વ્યારાથી સુરત તરફ જતાં ટ્રેક ઉપર ઈકો કારનાં ચાલકે બાઈકને અડફેટે લેતાં બાઈક ચાલકને ઈજા પહોંચી હતી. બનાવ અંગે પોલીસે ગુન્હો નોંધી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.

મળતી માહિતી મુજબ, વ્યારાનાં બોરખડી ગામનાં નવોદય ફળિયામાં રહેતા જેસીંગભાઈ નટુભાઈ ચૌધરી (ઉ.વ.આ.૪૨)નાઓ તારીખ ૧૧/૦૬/૨૦૨૫ નાંરોજ પોતાનાં કબ્જાની બાઈક નંબર જીજે/૨૬/એલ/૪૮૯૪ પર પ્લાસ્ટીકનાં કોથળામાં ચોળી લઈને બાજીપુરા બાયપાસ પાસે આવેલ નીલકંઠ પેટ્રોલ પંપ પરથી બાઈકમાં પેટ્રોલ ભરાવીને વ્યારા માર્કેટમાં જવા માટે નેશનલ હાઈવે નંબર-૫૩ પર વ્યારાથી સુરત તરફ જતા ટ્રેક ઉપર સાઇડ પરથી જતા હતા. તે સમયે બાજીપુરા બાયપાસ નજીક આવતા સુનિલભાઈ રામદાસભાઈ ગામીત (રહે.સેલુડ ગામ,ઉચ્છલ)એ પોતાના કબ્જાની ઇકો ફોર વ્હીલ કાર નંબર જીજે/૨૬/એબી/૫૭૬૬ને હંકારી લાવી જેસીંગભાઈની બાઈકને સામેથી ટક્કર મારી અકસ્માત સર્જ્યો હતો. જોકે આ અકસ્માતમાં જેસીંગભાઈના માથાનાં ભાગે અને જમણા પગે ગંભીર ઈજા તથા શરીરે નાની મોટી ઇજાઓ પહોંચી હતી. બનાવ અંગે જીગ્નેશકુમાર જેસીંગભાઈ ચૌધરી નાંએ ઈકો કારનાં ચાલક સુનીલ ગામીત વિરુદ્ધ તારીખ ૧૭/૦૬/૨૦૨૫ નાંરોજ વાલોડ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

error: Content is protected !!