Gujarat: એર ઈન્ડિયાને મળી બોબ્મથી ઉડાવવાની ધમકી

વડોદરામાં ફ્લાઈટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. એર ઇન્ડિયાની ફ્લાઈટ AI 2867ને બોમ્બથી ઉડાવી દેવાની ઈ-મેઈલ મારફતે મળી છે. આ બરોડા – દિલ્હી ફ્લાઈટને બોમ્બથી ઉડાવવાની ધમકી મળી છે.

એર ઈન્ડિયાની એક પછી એક મુશ્કેલીઓ વધી રહી હોય એવું લાગી રહ્યું છે. અમદાવાદમાં એર ઈન્ડિયાનું પ્લેન ક્રેશ થયા બાદ સતત ચર્ચમાં છે.

અમદાવાદ વિમાન દુર્ઘટના બાદ એર ઈન્ડિયાના વિમાનોની સુરક્ષા અને ચેકિંગ વધારી દેવામાં આવ્યું છે. આ સિવાય તેને સતત બોમ્બ ધમકીઓનો પણ સામનો કરવો પડી રહ્યો છે. થોડા દિવસો પહેલા જયપુર એરપોર્ટ પર એર ઈન્ડિયાના વિમાનોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી.

એર ઈન્ડિયાના પ્રવક્તાએ જણાવ્યું કે, 21 જૂને વિમાન બર્મિંગહામથી દિલ્હી આવી રહ્યું હતું. ધમકીની જાણ થતાં જ રિયાધમાં વિમાનનું ઈમરજન્સી લેન્ડિંગ કરાયું હતું તમામ મુસાફરોને વિમાનમાંથી સુરક્ષિત રીતે નીચે ઉતારવામાં આવ્યા અને સુરક્ષા તપાસ પૂર્ણ કરવામાં આવી છે.

આ અણધાર્યા વિક્ષેપને કારણે મુસાફરોને થયેલી અસુવિધા બદલ અમે દિલગીર છીએ. મુસાફરોને તેમના ગંતવ્ય સ્થાન પર લઈ જવા માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી રહી છે.

error: Content is protected !!