Cyber Fraud: આરટીઓ ચલણની એપ ડાઉનલોડ કરવાનો મેસેજ પર ક્લિક કરતાં 24.34 લાખ એકાઉન્ટ માંથી ઉપડી ગયા

મોરબીમાં શિક્ષિકાના બેંક એકાઉન્ટમાંથી લાખો રૂપિયા અચાનક ઉપડી જતા પોલીસ ફરિયાદ નોંધાવી હતી. શિક્ષિકાએ આરટીઓ ચલણની એપ ડાઉનલોડ કરવાનો મેસેજ પર ક્લિક કરતાં 24.34 લાખ એકાઉન્ટ માંથી ઉપડી ગયા હતા. કાજલબેન શિક્ષિકાના એકાઉન્ટ માંથી પૈસા ઉપડી જતા સીટી એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

પોલીસે 1 વોટ્સએપ મોબાઈલ નંબર અને 7 CRED CLUB એકાઉન્ટ સામે કાર્યવાહી હાથ ધરી છે.સાયબર ગઠીયાઓ લોકોને છેતરવાની અલગ અલગ રસ્તાઓ શોધી લેતા હોય છે. તેવામાં મોરબીમાં સાઈબર ક્રાઈમનો કિસ્સો સામે આવ્યો છે.શિક્ષિકાના મોબાઈલમાં RTO ચલણની એપ ડાઉનલોડ કરવાનો મેસેજ મોકલી ગઠીયા 24.34 લાખ ઉપડી ગયા પરંતુ 1.90 લાખ પરત આવ્યા છે. મોરબી સીટી એ ડિવિઝન પોલીસમાં શિક્ષિકાએ ફરિયાદ કરતા પોલીસે ફરિયાદના આધારે 1 વોટ્સએપ મોબાઈલ નંબર અને 7 CRED CLUB એકાઉન્ટ સામે કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી સાયબર ક્રાઈમમાં બેંક એકાઉન્ટમાંથી લાખો રૂપિયા ઉપડી જવાની ફરિયાદ શિક્ષિકા દ્વારા કરવામાં આવી છે. ફરિયાદીએ જણાવ્યું કે આરટીઓ ચલણની એપ ડાઉનલોડ કરવાનો મેસેજ પર ક્લિક કરતાં 24.34 લાખ એકાઉન્ટમાથી ઉપડી ગયા હતા. પરંતુ 1.90 લાખ પરત આવ્યા છે. પોલીસે ફરિયાદના આધારે કાર્યવાહી હાથ ધરી છે.

error: Content is protected !!