ગુજરાતના દરેક ગામડાને મળશે હાઈ-સ્પીડ ઈન્ટરનેટ: રાજ્યમાં એમેન્ડેડ ભારતનેટ પ્રોજેક્ટના ત્રીજા તબક્કાનો થશે શુભારંભ…
રાજ્યમાં ભારતનેટ ફેઝ-૩ની અમલીકરણ કામગીરી માટે ગાંધીનગર ખાતે મુખ્ય સચિવ શ્રી પંકજ જોષી અને કેન્દ્રીય દૂરસંચાર વિભાગના સચિવ શ્રી નીરજ મિત્તલની પ્રેરક ઉપસ્થિતિમાં ચાર સહભાગી પક્ષો વચ્ચે રાજ્ય કરાર સંપન્ન…
રાજ્ય આધારિત મોડેલમાં ભારતનેટ ફેઝ-૩ના અમલીકરણ માટે મેમોરેન્ડમ ઓફ કો-ઓપરેશન પર હસ્તાક્ષર કરનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય…
રાજ્યના વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ, ગુજરાત ફાઈબર ગ્રીડ નેટવર્ક લી., ભારત સરકારના ડિજિટલ ભારત નિધિ તેમજ ભારત સંચાર નિગમ લી. વચ્ચે ચાર પક્ષીય કરાર…
ભારતનેટ ફેઝ-2 હેઠળ રાજ્યમાં 8000થી વધુ ગ્રામ પંચાયતોને આવરી લેવાઈ; ગુજરાત 95 ટકા નેટવર્ક અપટાઇમ સાથે દેશમાં પ્રથમ…
ભારતનેટ ફેઝ-3 હેઠળ કુલ 14,287 ગ્રામ પંચાયતો અને 3895 ગામોને આધુનિક ડિજિટલ કનેક્ટિવિટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે જોડાશે…