તાપી જિલ્લામાં ગ્રામ પંચાયતોની ચૂંટણીનું પરિણામ જાહેર : સરપંચ કોણ બનશે અટકળોનો અંત, ૭ તાલુકાઓમાં યોજાઈ મત ગણતરી

રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા ૨૨ જૂનના રોજ યોજાયેલી ગ્રામ પંચાયતોની ચૂંટણીના પરિણામ તારિખ ૨૫મી જૂન બુધવાર નારોજ તાપી જિલ્લા મથક વ્યારા સહિત તમામ તાલુકા મથકે સવારે ૯ કલાકથી મત ગણતરી શરૂ કરવામાં આવી હતી.તાપી જિલ્લામાં તમામ સામાન્ય ચૂંટણીમાં ૮૪.૯૬ તેમજ પેટા ચૂંટણીમાં ૭૪.૬૮ ટકા જેટલુ મતદાન નોંધાયું હતું.

જાહેર થયેલા પરિણામોમાં કુકરમુંડાના બાલંબાના સરપંચ સકીલાબેન વળવી ૨૨૪૨ મત સાથે મોખરે : વ્યારા તેમજ સોનગઢમાં કોલેજ પરિસરમાં તેમજ બાકી તાલુકાઓમાં મામલતદાર કચેરી ખાતે મત ગણતરી પ્રક્રિયા સવારે ૯ કલાકથી શરૂ કરવામાં આવી હતી. ૪૭ ગ્રામ પંચાયતો માટે ૭ તાલુકાઓમાં ૩૭૦ અધિકારી-કર્મચારીઓ, ૧૯૫ પોલીસ જવાનોના સહયોગથી મત ગણતરીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. સૌથી વધારે સોનગઢ તાલુકામાં ૧૯ ગ્રામ પંચાયતોમાં ચૂંટણી યોજાઈ હતી.

જિલ્લા વહીવટી તંત્ર, પોલીસ તંત્ર,ચૂંટણી સ્ટાફ અને સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની સહકારપૂર્વકની કામગીરીના પરિણામે બેલેટ પેપરથી સમગ્ર ચૂંટણી પ્રક્રિયા સાવધાનીપૂર્વક અને લોકશાહી માટે નિષ્ઠાપૂર્વક અમલવારી કરાઈ હતી તેવી જ રીતે મત ગણતરી રાત્રે મોડે સુધી ચાલુ હતી.મોડી રાત્રે ૧૦ વાગ્યા સુધી જાહેર થયેલા પરિણામો ઉપર એકનજર કરીએ તો ડોલવણ તાલુકાની આમણીયા જૂથ ગ્રામ પંચાયતમાં સરપંચ ના ઉમેદવાર બાપુભાઈ કોંકણી ૩૦૯ મતે જીત્યા હતા.કલમકુઈ મહેશભાઈ ગામીત બિનહરીફ જાહેર થયા હતા. ચાકધરા ગામે ઉષાબેન કોંકણી ૫૬૩ મત, પાલાવાડી દર્શનાબેન ચૌધરી ૨૩૫ મત,હરીપુરા જૂથ મહેશભાઈ કોંકણી ૬૭૩ મત સાથે વિજેતા થયા હતા.

કુકરમુંડા તાલુકાના ઉભદ ગામના સરપંચ ઉમેદવાર કવિતાબેન ઠાકરે ૩૬૯ મત,કેવડામોઈ માં મહેન્દ્રભાઈ વળવીને ૮૦૫ મત,તોરંદા, વિનોદભાઈ વળવીને ૬૩૮ મત, પિશાવરમાં દુર્ગાબેન મોરે ૫૮૪ મત,બાલંબા,સકીલાબેન વળવીને ૨૨૪૨ મત, મેંઢપુર, પાર્વતીબેન નાઈક ૩૪૧ મત,મોદલા કલ્પેશકુમાર વસાવે ૪૭૦ મત, મોરંબા અનિલભાઈ નાઈક ૭૩૯ મત,રાજપુર ગોપીચંદભાઈ વળવી ૮૩૬ મત સાથે વિજયી જાહેર થયા હતા.

નિઝર તાલુકાના દેવાળા ગ્રામ પંચાયતમાં સરપંચ પદે પ્રગતિબેન ઠાકરે ૫૬૯ મત સાથે વિજેતા થયા છે.સરવાળા ગૃપ ગ્રામ પંચાયતમાં વર્ષાબેન ઠાકરે ૧૩૨૧ મત,હિંગણીદિગર નેહા ઠાકરે ૨૪૭ મત સાથે સરપંચ તરીકે ચૂંટાયા છે.સોનગઢ તાલુકામાં ઉકાઈ જૂથના સરપંચ અંજનાબેન ગામીત ૧૮૬૦ મત,ઉમરદા ગામે ઉર્મિલાબેન ગામીત ૫૮૬ મત, ચાંપાવાડી જૂથના સરપંચ અશ્વિનભાઈ ગામીત ૫૪૬ મત, ચીમકુવા કલ્પેશભાઈ ગામીત ૬૫૭ મત, જુનવાણ જુથ ભાવનાબેન ગામીત બિન હરીફ,ઝરાલી જૂથ દિનેશભાઈ ગામીત ૮૪૧ મત,ટાપરવાડા ગામીત સફિરાબેન બિનહરીફ, દોણ જૂથ ઉર્મિલાબેન ગામીત ૩૮૦ મત,ધનમૌલી અર્જુનભાઈ ગામીત ૪૧૮ મત,પાઘડધુવા વસુબેન વસાવા ૪૦૭ મત,બુધવાડા જાંબુબેન વસાવા ૬૩૩ મત, માંડવીપાણી જયંતીલાલ વસાવા ૩૨૨ મત,વાગદા દિનેશભાઈ ગામીત ૮૦૯ મત,સાતકાશી શૈલેષભાઈ વસાવા ૪૯૫ મત,હનુમંતિયા સોનલબેન ચૌધરી બિનહરીફ થયા હતા.

ઉચ્છલ તાલુકામાં ફુલઉમરાણ ગામે સરપંચ ના ઉમેદવાર નવલસિંગ વસાવા ૧૦૦૦ મત,કરોડ સંગીતાબેન વળવી ૧૧૦૮ મત, સેવટી જૂથ માં જોબાબેન વસાવા ૧૯૫૯ મત સાથે વિજેતા જાહેર થયા હતા.વ્યારા તાલુકાના ઉંચામાળા સરપંચ સપનાબેન ચૌધરી ૨૦૩૧ મત,મીરપુર જૂથ અરૂણાબેન ગામીત ૬૫૨ મત,રાણીઆંબા જૂથ નરસિંહભાઈ ગામીત ૧૦૧૬ મત મેળવી સરપંચ પદે વિજેતા જાહેર થયા હતા.

error: Content is protected !!