સુરત શહેરમાં વરાછાની મોબાઈલ શોપમાં હાથફેરો કરનારા ૩ આરોપીને અમરોલી પોલીસે ચોરીના ૧૯ મોબાઈલ સાથે પકડી પાડી કાર્યવાહી હાથ ધરી હતી.મળતી વિગતો પ્રમાણે અમરોલી પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે વરાછામાં હીરાનગર ખાતે આવેલી મોબાઈલ શોપમાં ચોરી કરનારા આરોપીઓ અંગે બાતમી મળી હતી. જે માહિતીના આધારે પોલીસે વોચ ગોઠવી અમરોલી તાપી બ્રિજ નીચેથી અજય રાજકુમાર ગૌતમ (મૂળ-જોનપુર, યુપી), મો.નઈમુદ્દીન મો. યાસીન ખાન (મૂળ ચંપારણ, બિહાર) અને રામભગતસિંગ કોમલસિંગ (મૂળ એમપી)ને પકડી પાડ્યા હતા. પોલીસને તેઓ પાસેથી અલગ-અલગ કંપનીના ૨૨ મોબાઇલ મળી આવ્યા હતા. રૂ.૨.૦૬ લાખનો મુદ્દામાલ જપ્ત કરી આરોપીઓની પૂછપરછ કરાઇ હતી.
