તરુણીનું પાંચમાં માળેથી નીચે પટકાતા કરુણ મોત

સારોલીમાં ૧૪ વર્ષની તરુણીનું પાંચમાં માળેથી નીચે પટકાતા કરુણ મોત થયું હતું. પાળી પર બેસવા જતી વખતે બેલેન્સ ગુમાવતા નીચે પડતા મોત થયું હોવાનું હાલ જાણવા મળ્યું છે. બીજી તરફ તરુણીએ પડતું મૂકી આપઘાત કર્યો હોવાની પણ શક્યતા સેવાઈ રહી છે.

મળતી વિગતો પ્રમાણે મૂળ બિહારના વતની અને હાલ સારોલી વિસ્તારમાં આવેલા સણીયા હેમાદ ગામ સ્થિત ક્રિષ્ના ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં ઉનાગર સહાની ટ્રાન્સપોર્ટની કંપનીમાં કામ કરી પત્નિ અને પાંચ સંતાન સહિતના પરીવાર સાથે રહે છે. તેમની પત્ની પણ ધાગા કટીંગનું કામ કરી પરીવારને આર્થિક રીતે મદદરૂપ થતી હતી. પાંચ સંતાન પૈકી પિંકીકુમારી (ઉ.વ.૧૪)નું શનિવારે ઘરના પાંચમા માળેથી નીચે પટકાતા ગંભીર ઈજાને કારણે સ્થળ પર જ મોત થયું હતું. આ બનાવ અંગે સારોલી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે ઘટના સ્થળે પહોંચી પ્રાથમિક તપાસ આરંભી હતી. મૃતકે પાળી પર બેસવા જતી વખતે બેલેન્સ ગુમાવતા નીચે પડી ગઈ હોવાનું લાગી રહ્યું છે. સાથેજ મૃતકએ પાંચમા માળેથી પડતું મૂકી આપઘાત કર્યો હોવાની શક્યતા પણ સેવાઈ રહી છે. સારોલી પોલીસે હાલ અકસ્માત મોતની નોંધ લઈ તપાસ શરૂ કરી છે.

error: Content is protected !!