સુરતના ઈચ્છાપોરમાં જવેલર્સમાં ચોરી કરનાર રીઢો આરોપી ઝડપાયો છે, ઇચ્છાપોરમાં જ્વેલર્સને ત્યાં ચોરીનો પ્રયાસ કર્યો કર્યો હતો ઇલેકટ્રિક કટરથી શટરને મારેલા બે તાળા કાપ્યા હતા, ચોરીના પ્રયાસની ઘટના CCTVમાં કેદ થઇ હતી.મળતી માહિતી પ્રમાણે સુરતના ઇચ્છાપોરમાં પોલીસે આરોપીને જહાંગીરપુરાથી ઝડપી પાડયો છે, આરોપીએ ઇચ્છાપોરમાં જ્વેલર્સની દુકાનમાં રાત્રી દરમિયાન ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો અને તે બાબતે ફરિયાદ નોંધવામાં આવી હતી, ઈલેકટ્રિક કટરથી તાળુ તોડયુ હતુ તો શટરનું મુખ્ય તાળુ નહી કપાતા તે ત્યાંથી નીકળી ગયો હતો.
સિટી બસમાં નોકરી છૂટી ગયા બાદ ચોરીના રવાડે ચડેલો દામકા ગામનો યુવક જવેલર્સ શોપમાં ચોરી કરવાના પ્રયાસ બદલ હવે કસ્ટડીમાં ધકેલાઈ ગયો. છે. જોકે, આરોપી આકાશ અગાઉ હજીરામાં એટીએમ તોડીને ચોરીમાં પકડાઈ ચૂક્યો છે. ઈચ્છાપોર ગામે હરિઓમ ગંગેશ્વરનગર પાસે પ્રકાશ જવેલર્સમાં ૨૬મી તારીખે રાત્રે શટરના તાળા તૂટયા હતા. આકાશ અગાઉ પણ ચોરીના ગુનામાં ઝડપાઈ ચૂકયો છે અને ગુનાહિત ઈતિહાસ ધરાવે છે, પોલીસે બાતમીના આધારે તેને દબોચી લીધો છે.