Latest news : પીપોદરા ખાતે ગેસ રીફીલીંગનાં સાધન સામગ્રી સાથે એક યુવક ઝડપાયો

સુરત જિલ્લાનાં માંગરોલ તાલુકાનાં પીપોદરા જી.આઈ.ડી.સી. પ્રકાશ સીનેમાગલી, ગજેરા ટેક્ષટાઈલમાં આવેલ રીપેરીંગ સેન્ટર નામની દુકાન નં ૦૭માં ગેસ રીફીલીંગનાં સાધન સામગ્રી સાથે એક યુવકને ઝડપી પાડી સ્થળ ઉપરથી ભારત કંપનીનો ૧૯ કિલો ગ્રામવાળા ગેસ ભરેલ એક બાટલો તથા એક ખાલી બાટલો, ૭ કિલો ગ્રામવાળો નાનો ખાલી બાટલો, એક વજનકાંટો, અને બંને તરફની વાલ્વ પાઈપ મળી કૂલ રૂપિયા ૧૦,૫૦૦/-નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો.

મળતી માહિતી મુજબ, સુરત ગ્રામ્ય એસ.ઓ.જી શાખાની અલગ-અલગ ટીમ તારીખ ૦૧/૦૭/૨૦૨૫ નાંરોજ પેટ્રોલીગમાં હતી. તે દરમિયાન તારીખ ૦૧/૦૭/૨૦૨૫ નારોજ એસ.ઓ.જી. શાખાના એ.એસ.આઈ. જીતેન્દ્રભાઈ મનુભાઈ તથા અ.હે.કો. ગીરીશભાઈ મીથીલેશભાઈ નાઓને મળેલ બાતમીનાં આધારે, માંગરોલનાં પીપોદરા જી.આઈ.ડી.સી. પ્રકાશ સીનેમાગલી, ગજેરા ટેક્ષટાઈલમાં આવેલ રીપેરીંગ સેન્ટર નામની દુકાન નં-૦૭માં ગેસ રીફીલીંગના સાધન સામગ્રી સાથે ગેસ રીફીલીંગ કરતો આરોપી રંજીત રાજેશ કેવટ (ઉ.વ.૧૯., રહે.પીપોદરા ગામ, પાર્થ સોસાયટી, માંગરોલ, સુરત, મૂળ રહે.માધુપુર, થાના-ચંડ્ડી, તા.જી.નાલંદા, બિહાર)ને પકડી પાડી આગળની વધુ કાર્યવાહી માટે કોસંબા પોલીસ મથકે સોપવામાં આવ્યો હતો.

error: Content is protected !!