કુકરમુંડાનાં બાલંબા સરકારી માધ્યમિક શાળાનાં કંપાઉન્ડમાં નવી મકાનનું બાંધકામ વાળી જગ્યાની બાજુમાં આવેલ બોરમાંથી ૧ હોર્સ પાવારની મોટરની ચોરી થયાની ફરિયાદ નોંધવામાં આવી હતી.
મળતી માહિતી મુજબ, કુકરમુંડા રહેતા કોમલકુમારી નિકુંજભાઈ ચૌધરી (ઉ.વ.૩૬)નાંઓ બાલંબા સરકારી માધ્યમિક શાળામાં ચાર વર્ષથી મદદનીશ શિક્ષક તરીકે ફરજ બજાવી પોતાનું તથા પરિવારનું ગુજરાન ચલાવે છે. જોકે ગત તારીખ ૩૦/૦૬/૨૦૨૫ નાંરોજ શાળાનાં કંપાઉન્ડમાં નવી મકાનનું બાંધકામ વાળી જગ્યાની બાજુમાં આવેલ બોરમાંથી ૧ હોર્સ પાવારની મોટર જેની કિંમત રૂપિયા આશરે ૮,૨૦૦/- હતી તે મોટરને કોઈ અજાણ્યો ચોર ઈસમ ચોરી કરી ફરાર થઈ ગયો હતો. બનાવ અંગે શિક્ષકાએ મોટર ચોરી કરનાર અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ તારીખ ૦૧/૦૭/૨૦૨૫ નાંરોજ કુકરમુંડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.