તાપી જિલ્લામાં મુશળધાર વરસાદ: વ્યારા-નાની ચીખલીને જોડતો રસ્તો સહિત જિલ્લામાં પંચાયત વિભાગના 27 રસ્તાઓ બંધ

તાપી જિલ્લામાં સતત બે દિવસથી ભારે વરસાદને કારણે જનજીવન ખોરવાયું છે. જિલ્લામાં મુશળધાર વરસાદના કારણે નદીનાળા છલકાયા છે. વરસાદથી રસ્તાઓ પર પાણી વહી રહ્યા છે. લો લેવલ કોઝવે પર પાણી ફરી વળતા રસ્તાઓ બંધ કરાયા છે. તાપી જિલ્લામાં આજરોજ સાંજે 7 કલાક સુધીમાં પંચાયત વિભાગના 27 રસ્તાઓ બંધ કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.

જિલ્લાના વ્યારામાં ભારે વરસાદના પગલે વ્યારાથી નાની ચીખલીને જોડતો રસ્તા ઉપરથી પાણી ફરી વળ્યા હતા.ભારે વરસાદના પગલે કોઝવે પર પાણી ફરી વળતા રસ્તો બંધ થયો છે.નાની ચીખલી, ચોરવાડનો સંપર્ક તૂટ્યો છે. લોકો જોખમી રીતે કોઝવે ક્રોસ કરવા મજબૂર બન્યા છે.

હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તાપીના વ્યારામાં ધોધમાર વરસાદ પડ્યો છે.ધોધમાર વરસાદના પગલે રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે. ભારે વરસાદના પગલે કોઝવે પર પાણી ફરી વળતા લોકોને હાલાકી ભાગવવાનો વારો આવ્યો છે. નાની ચીખલી, ચોરવાડનો સંપર્ક તૂટ્યો છે. લોકો જોખમી રીતે કોઝવે ક્રોસ કરવા મજબૂર બન્યા છે.જોકે તંત્ર પણ કામે લાગ્યું હોવાનું સામે આવ્યું છે.

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની વરસાદને લઈ આગાહી સામે આવી છે, અમદાવાદ-ગાંધીનગરમાં આજે વરસાદની સંભાવના રહેલી છે, તો મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની આગાહી અંબાલાલ પટેલે કરી છે, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની સંભાવના રહેલી છે.

error: Content is protected !!