વાલોડ વિસ્તારમાં કરિયાણાની દુકાન ચલાવતા કમલેશભાઈ શંકરભાઈ સુથારની સાથે ગત તા.૨૩-૦૫-૨૦૨૫ થી લઈને તા.૧૮-૦૬-૨૦૨૫ દરમિયાન એક અજાણી મહિલા અને સંદિપ સુરા નામની વ્યક્તિએ રૂપિયા ૪,૬૧,૭૦૦/- ઓનલાઈન છેતરપિંડી કરી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.
મળતી માહિતી પ્રમાણે વાલોડ વિસ્તારમાં કરીયાણાની ચલાવતા કમલેશભાઈ સુથારને અજાણી મહિલા અને તેની સાથેના વ્યક્તિએ ફોનથી એન્જલ ઓન ડિમેટ એકાઉન્ટમાંથી ટ્રેડિંગ કરી સારો ફાયદો કરી આપીશું તેવું કહી ડિમેટ એકાઉન્ટમાંથી જમા રૂા.૧,૦૦,૦૦૦/- ઓનલાઈન ટ્રેડિંગમાં વાપરી નાંખ્યા હતા.ત્યારબાદ બીજું ડિમેટ એકાઉન્ટ ખોલાવવું પડશે તેવું કહી કમલેશભાઈના આધારકાર્ડ, પાનકાર્ડ મેળવી યુપીઆઈ સ્કેનર મારફતે વધુ રૂા.૨,૧૦,૭૦૦ અને ત્યારબાદ આરટીજીએસ રૂા.૧,૫૧,૦૦૦/- મળી કુલ રૂા.૪,૬૧,૭૦૦/- કમલેશભાઈના બેંક એકાઉન્ટમાંથી ઓનલાઈન ટ્રાન્સફર કરી છેતરપિંડી કરી હતી. બનાવ અંગે પોલીસે કમલેશભાઈ સુથારની ફરિયાદના આધારે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.