તાપી જિલ્લાના ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસથી પડેલા ભારે વરસાદને કારણે અનેક નદીઓ અને નાળાં ભરાઈ જતા માર્ગો પર પાણી ફરી વળતા તાપી પંચાયત માર્ગ અને મકાન વિભાગ હસ્તકનાં ૭૭ રસ્તા બંધ થયેલ હતા.અને કેટલાક માર્ગો ક્ષતિગ્રસ્ત પામ્યા હતા.
સાવચેતીનાં ભાગરૂપે ઓવરટોપીંગ થયેલ કોઝવેને સમયસર બંધ કરતા લોકોને કોઈ નુકશાન કે જાનહાનિ થઈ ન હતી.તેમજ બંધ થયેલ તમામ રસ્તા પાણી ઉતરતા વાહનવ્યવહાર માટે પુનઃ કાર્યરત કરી દેવામાં આવ્યા હતા. વધુમાં રસ્તાને થયેલ નુકશાનથી ગ્રામજનોને આવતા-જતા મુશ્કેલી ન પડે તે હેતુથી વિવિધ રસ્તાઓ / નાળાઓને મરામતની કામગીરી તાત્કાલિક શરૂ કરવામાં આવેલ હતી. વરસાદને કારણે ઓવરટોપીંગ થયેલ કોઝવે પરનાં પાણી ઓસરતા તણાય આવેલ ઝાડી-ઝાંખરા તેમજ લાકડાઓ જે.સી.બી દ્વારા ખસેડી કોઝવે ક્લિનીંગની કામગીરી તાત્કાલિક કરવામાં આવી હતી. આ ઉપરાંત નુકશાન પામેલ રસ્તાની સપાટી જી.એસ.બી, રબલ, કોંક્રિટ પેચ, કોલ્ડમીક્ષ પેચ તેમજ પેવર બ્લોકનો ઉપયોગ કરીને તાત્કાલિક મરામત કરવામાં કરવામાં આવી રહી છે.તાપી પંચાયત માર્ગ અને મકાન વિભાગની ટીમ દ્વારા સાવચેતીનાં ભાગરૂપે વિભાગની દરેક તાલુકામાં ટીમ પાસે જરૂરી બેરિકેટિંગનાં સાધનો, ફલ્ડગેજ ચેતવણી સુચક બોર્ડ, રસ્તા બંધનાં બેનર, ડાયવર્ઝન બેનર, ટ્રી-કટર તેમજ જરૂરી તમામ સાધનો સાથે પીકપ અને જે.સી.બી સ્ટેન્ડબાય રાખવામાં આવેલ છે.ભારે વરસાદમાં ઓવરટોપીંગના કારણે બંધ થતા રસ્તાઓ પર તાત્કાલિક બંને બાજુ બેરીકેટિંગ કરી રસ્તા બંધ કરવામાં આવે છે.તેમજ સુચિત ચેતવણી દર્શક બોર્ડ લગાવવામાં આવેલ છે.મરામતની કામગીરી દરમ્યાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને રસ્તો ટ્રાફિકેબલ રહે તે માટે સૂચિત બોર્ડ લગાવી તેમજ બેરીકેટીંગ કરી મરામત કામગીરી કરવામાં આવી રહી છે.
વાહનચાલકોને અગવડતા ન પડે તે માટે તાત્કાલિક ધોરણે ધોવાણ થયેલા રસ્તાઓનું રીપેરીંગ કરવામાં આવ્યું : તાપી જિલ્લાના પંચાયત હસ્તકના માર્ગ અને મકાન વિભાગની ટીમ દ્વારા નિઝર તાલુકાના ખોડદા એપ્રોચ જોઈનીંગ રોડ પર તેમજ કોથલીબુદક રોડ પર ગત રોજ સિમેન્ટ કોન્ક્રીટનું પેચ વર્ક કરવામાં આવ્યું હતું.સમગ્ર તાલુકામાં તેમજ જિલ્લામાં ટીમ દ્વારા સર્વેની કામગીરી હાથ ધરવામાં આવેલી છે. રોડ રસ્તાના રીપેરીંગ સમયે જરૂરી બેરિકેટિંગનાં સાધનો, ફલ્ડગેજ ચેતવણી સુચક બોર્ડ, રસ્તા બંધનાં બેનર, ડાયવર્ઝન બેનર, ટ્રી-કટર તેમજ જરૂરી તમામ સાધનો સાથે પીકપ અને જે.સી.બી જેવા સાધનો દ્વારા ત્વરિત કામગીરી કરી રોડને મોટરેબલ કરવામાં આવ્યા છે. મરામતની કામગીરી દરમ્યાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને રસ્તો ટ્રાફિકેબલ રહે તે માટે સૂચિત બોર્ડ લગાવી તેમજ બેરીકેટીંગ કરી જરૂરી સાવચેતીના પગલાની ચોકસાઈ રાખી મરામત કામગીરી કરવામાં આવેલ છે.