Trending News: ખરાબ વાતાવરણને કારણે ફ્લાઈટ ડાયવર્ટ કરાઈ

ખરાબ વાતાવરણને કારણે બુધવારે દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર જતી ચાર ફ્લાઈટને જયપુર ડાયવર્ટ કરવામાં આવી છે. દિલ્હીમાં વરસાદ અને ખરાબ વાતાવરણને કારણે વિમાનોને જયપુર તરફ ડાયવર્ટ કરવામાં આવ્યા છે. છેલ્લા ઘણા દિવસોથી ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે, જેનાથી હવાઈ યાત્રાને અસર પહોંચી છે.

બુધવારે પણ દિલ્હી એરપોર્ટ પર ફ્લાઇટ્સનું સંચાલન ખોરવાયું હતું કારણ કે વરસાદ અને ભારે પવનને કારણે દૃશ્યતા પર અસર પડી હતી. જેના કારણે આવનારી ઘણી ફ્લાઇટ્સ લેન્ડ થઈ શકી ન હતી અને મુસાફરોની સલામતી સુનિશ્ચિત કરવા માટે તેમને નજીકના એરપોર્ટ પર ડાયવર્ટ કરવામાં આવી હતી. એરપોર્ટ સૂત્રોના જણાવ્યા અનુસાર, ખરાબ હવામાનને કારણે ઓછામાં ઓછી ચાર ફ્લાઇટ્સ દિલ્હીથી જયપુર ડાયવર્ટ કરાઈ હતી. આ ડાયવર્ટેશન ઓછી દૃશ્યતા અને સતત વરસાદને કારણે સાવચેતીના પગલા તરીકે કરવામાં આવ્યા હતા.આ અસરગ્રસ્ત ફ્લાઈટ્સમાં કાઠમંડું, શ્રીનગર, પટના અને કલકત્તાથી આવતી ફ્લાઈટ્સનો સમાવેશ થાય છે. આ ફ્લાઈટ્સમાં યાત્રિઓને મુસાફરી સમયે જ સુચન આપવામાં આવ્યું હતું અને જયપુરમાં ઉતર્યા બાદ આગળની મુસાફરી માટે વ્યવસ્થા કરવામાં આવી હતી. દિલ્હી એરપોર્ટ પર ફરી ફ્લાઈટ ચાલુ કરવા માટે અધિકારીઓ દ્વારા નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે.તમને જણાવી દઈએ કે હવામાન વિભાગે દિલ્હીમાં સામાન્ય રીતે વાદળછાયું વાતાવરણ અને હળવાથી મધ્યમ વરસાદ, ગાજવીજ અને વીજળી પડવાની આગાહી કરી છે. આગામી દિવસોમાં હળવો વરસાદ ચાલુ રહેવાની ધારણા છે.

error: Content is protected !!