સુરતમાં જવેલર્સની નજર ચૂકવી ચોરી કરતી ગેંગ સુરત ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડી છે, સુરત ક્રાઈમ બ્રાન્ચે 4 મહિલા ચોરને ઝડપી પાડી છે,
આ મહિલાઓ સોનાના દાગીના ચોરી કરતી હતી અને ધોળકા તાલુકાના મલાવ તળાવ પાસેથી આ મહિલાઓની ધરપકડ પકડવામાં આવી છે, સુરત ક્રાઈમે સોના ચાંદીના દાગીના સહિત મુદ્દામાલ જપ્ત કર્યો છે,મહિધરપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી.મહિધરપુરાના જવેલર્સમાં ખરીદીના બહાને ૩.૩૨ લાખનાં થરેણાંની તફડંચી કરનારી ૩ મહિલા અને એક પુરુષને અમદાવાદના ધોળકાથી કાઈમ બ્રાંચે ઝડપી પાડયા હતા.
મળતી વિગતો પ્રમાણે મુગલીસરામાં ચિંતામણી પાસે રહેતા ભવ્ય નિલેશભાઈ ચોકસી મહિધરપુરા ટાવર રોડ પાસે ભરતકુમાર છોટાલાલ ચોક્સી નામથી સોના-ચાંદીનો વેપાર કરે છે. તેમની દુકાનમાં ચાર મહિલાઓ ખરીદી માટે આવી હતી અને દુકાનમાંથી અલગ અલગ ડિઝાઇનની કાનમાં પહેરવાની કડીઓ માંગી હતી.
દુકાનમાં બુટ્ટીઓ ન હોવાથી તેઓ બહાર લારી ચલાવતા વ્યક્તિને જવેલર્સનું ધ્યાન રાખવાનું કહીને હોલસેલના વેપારી પાસે ગયા હતા અને બાદમાં મહિલાઓ કળા કરી ભાગી ગઇ હતી. ભવ્ય ચોક્સીએ પ્લાસ્ટિકના બોક્સ ચેક કરતા તેમાંથી રૂ. ૩.૩૨ લાખની કિંમતના સોના-ચાંદીના દાગીનાની ચોરી થઈ હતી.
બનાવ અંગે મહિધરપુરા પોલીસમાં ફરિયાદ નોંધાઇ હતી. ક્રાઈમ બ્રાંચે આ ગુનામા અમદાવાદ ગ્રામ્યના ધોળકા શહેરના મલાવ તળાવ પાસેથી જોશના વિજય દેવીપૂજક, સુની અરજુન દેવીપૂજક, ચકુ ધીરજ ઠાકોર અને ધીરજ દશરથ ઠાકોર (તમામ રહે. ધોળકા)ને પકડી પાડયા હતા.