સુરતના લિંબાયતમાં ડાઈંગ મિલમાં આગ લાગી હોવાની વાત સામે આવી છે, જેમાં મીલના વેસ્ટ કચરામાં આગ લાગી હતી અને આગ મિલમાં પ્રસરી જતા મોટુ નુકસાન થયું હતુ, તો ઘટનાની જાણ થતાની સાથે ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને આગને કાબુમાં લીધી હતી અને 8 લોકો મિલમાં ફસાયા હતા તેમને રેસ્કયું કરીને બહાર કાઢયા હતા.આગ લાગતા પહેલા માળે 8 વ્યકિતઓ ફસાયા હતા તેમનું રેસ્કયું કરીને તેમને સલામત રીતે બહાર કાઢયા હતા, તો ફાયર વિભાગે ભારે જહેમત બાદ આગને કાબુમાં લીધી હતી અને આગ પર કાબુ મેળવ્યો હતો.
પ્રાથમિક માહિતી પ્રમાણે વાત કરીએ તો કચરામાં આગ લાગી હતી અને ત્યારબાદ આગ ધીરેધીરે મિલમાં ફેલાઈ ગઈ હતી, સમગ્ર ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી અને પોલીસે પણ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે, તો FSLની ટીમ પણ તપાસ માટે પહોંચી છે.
સુરતના લિંબાયત વિસ્તારમાં ડાઈંગ મિલમાં વેસ્ટેજ કચરામાં ગ્રાઉન્ડ ફ્લોર પર તેમજ દાદરના ભાગમાં આગ લાગી હતી અને આગ લાગતા ડાઈંગ મિલના પેહલા માળે 8 વ્યક્તિઓ ફસાઈ ગયા હતા,
બનાવની જાણ થતા જ ધુમભાલ, ઉધના માનદરવાજા અને ડીંડોલીની 8 ફાયરની ગાડીઓ બનાવ સ્થળે પહોંચી હતી અને જ્યાં ફાયરના જવાનોએ લીડર સીડી મારફતે ફસાયેલા 8 વ્યક્તિઓનું રેસ્ક્યું કર્યું હતું, બીજી ટીમ દ્વારા આગ ઉપર પાણીનો મારો ચલાવા આવ્યો હતો, દોઢ કલાકની ભારે જહેમત બાદ આગ ઉપર કાબૂ મેળવ્યો હતો, આ બનાવમાં આખી ડાઈંગ મિલ બળીને ખાખ થઈ ગઈ હતી.