સુરતના માંગરોળ તાલુકાના પાલોદ ગમે એક પેટ્રોલ પંપ પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.
એક બેફામ કાર ચાલકે સફાઈ કરી રહેલી એક મહિલાને જોરદાર ટક્કર મારી ગંભીર રીતે ઈજાગ્રસ્ત કરી હતી. આ સમગ્ર ઘટના પેટ્રોલ પંપ પર લાગેલા CCTV કેમેરામાં કેદ થઇ ગઈ છે. અકસ્માત સર્જી કાર ચાલક ફરાર થઇ ગયો હતો.
તમને જણાવી દઈએ કે, આ ઘટના પાલોદ ગામમાં આવેલા એક પેટ્રોલ પંપ પર બની હતી. એક મહિલા સફાઈકર્મી પોતાનું કામ કરી રહી હતી તે સમયે એક કાર ચાલકે તેને ટક્કર મારી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે મહિલા પડી ગઈ હતી અને તેને પગના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી.અકસ્માત બાદ કાર ચાલક ઘટનાસ્થળેથી ફરાર થઇ ગયો હતો.
આ ઘટનાના CCTV ફૂટેજ સામે આવ્યા છે. જેમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે, કેવી રીતે કાર ચાલકે બેદરકારીપૂર્વક વાહન ચલાવી મહિલાને અડફેટે લીધી. ઈજાગ્રસ્ત મહિલાને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. આ મામલે કાર ચાલક વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે અને પોલીસે ફરાર કાર ચાલકને પકડવા માટે વધુ તપાસ હાથ ધરી છે.