અજાણ્યા શખ્સોએ 3 લોકોઓ પર હુમલો કર્યો : એકનું મોત

સુરતમાં ફરી એકવાર હત્યાની ઘટના સામે આવી છે. પાંડેસરામાં લક્ષ્મીનારાયણ નગર પાસે હત્યાનો બનાવ બન્યો છે.અજાણ્યા શખ્સોએ 3 લોકોઓ પર હુમલો કર્યો હતો.આ હુમલામાં એકનું મોત થયું. અન્ય 2 લોકો ઈજાગ્રસ્ત થતા તેમને સારવાર માટે ખસેડાયા છે. આ મામલે પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

પાંડેસરા પોલીસમાં નોંધાયેલી ફરિયાદ મુજબ કેટલાક લોકો દ્વારા 3 લોકો પર જીવલેણ હુમલો કર્યો હતો. આ ઘટનામાં બે લોકો ઈજાગ્રસ્ત થયા અને એકનું મોત થયું છે. ઈજાગ્રસ્તોને હાલ સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. જ્યારે મૃતદેહને પોલીસે કબ્જે લઈ પીએમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.પાંડેસરા વિસ્તારમાં મર્ડરની ઘટનામાં મીટ્ટુ પ્રધાન નામના વ્યક્તિની હત્યા કરવામાં આવી છે જેમની ઉ.33 વર્ષની હતી. તેમની સાથે અન્ય બે વ્યક્તિઓ ઉપર પણ કેટલાક અજાણ્યા લોકો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં સંતોષ પુલાઇ અને સુશાંત પ્રધાનને પણ ઇજાગ્રસ્ત થયા છે. સમગ્ર મામલે પાંડેસરા પોલીસે હત્યાનો ગુન્હો નોધી તપાસ શરૂ કરી છે.

error: Content is protected !!