Latest news tapi : વ્યારાના જનક હોસ્પિટલના પાર્કિગમાંથી બાઈકની ઉઠાંતરી

વ્યારાના જનક હોસ્પિટલમાં સારવાર માટે દાખલ દર્દીને મળવા આવેલ જમાઈની પાર્કિગમાંથી લોક કરેલ બાઈક ચોરી થયાની ફરિયાદ પોલીસ મથકે નોંધવામાં આવી હતી. મળતી માહિતી મુજબ, વાલોડના ગાંધી ફળિયામાં રહેતા મનોજભાઈ ભાવસીંગભાઈ ચૌધરી (ઉ.વ.૩૮)નાઓ મજુરી કામ કરી પોતાનું તથા પરિવારનું ગુજરાન ચલાવે છે. જોકે મનોજભાઈ ગત તારીખ ૧૦-૦૭-૨૦૨૫ નારોજ વાલોડ ગામેથી તેમના મિત્ર જીતેશભાઈ કનુભાઈ ચૌધરી (રહે.વાલોડ, ગાંધી ફળિયું)ના૦ સાથે બાઈક નંબર જીજે-૨૬-એલ-૫૮૯૮ જેની કિંમત રૂપિયા ૨૦,૦૦૦/- હતી જેને લઈ વ્યારા ખાતે જનક હોસ્પિટલમાં મનોજભાઈ તેમના સસરા લાલજીભાઈ ગુલાબભાઈ ચૌધરી નાઓ બીમાર હોવાથી મળવા ગયા હતા. જેથી બાઈકને પાર્કિગમાં લોક કરી પાર્ક કરી હતી. ત્યારબાદ મનોજભાઈના સસરાને મળીને ઘરે પરત જવા માટે બાઈક લેવા માટે પાર્કિગ વાળી જગ્યા પર પહોંચતા પાર્ક કરેલ બાઈક મળી આવી ના હતી. જેથી મનોજભાઈએ તેમની બાઈક આજુબાજુમાં તેમજ વ્યારા ટાઉન વિસ્તારમાં તપાસ કરતા બાઈક મળી આવી નહિ હતી જેથી બાઈકને કોઈ અજાણ્યો ચોર ઈસમ ચોરી કરી ગયાનું સમજાયું હતું. બનાવ અંગે મનોજભાઈ ચૌધરી નાએ તારીખ ૧૮-૦૭-૨૦૨૫ નારોજ વ્યારા પોલીસ મથકે અજાણ્યા બાઈક ચોર ઈસમ વિરુદ્ધ ગુન્હો નોંધી જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

error: Content is protected !!