ડોલવણ તાલુકાના પાટી ગામના મિશન ફળિયાના રહીશ મનુભાઈ પટેલની ૧૯ વર્ષીય દીકરી ઝીનલ પટેલે ગત તારીખ ૧૫ જુલાઇના રોજ વ્યારા-ઉનાઈ રોડ ઉપર આવેલી અંબિકા નદીના બ્રીજ ઉપરથી નદીમાં પડતું મૂક્યું હતું. તેણીના મૃતદેહની શોધખોળ ચાલુ હતી. તે દરમિયાન ગણદેવીથી તેણીનો મૃતદેહ મળી આવતા જે અંગે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જોકે સગીરાએ લીધેલ અંતિમ પગલાંને લઈને પોલીસ આગળની તપાસ હાથ ધરી હતી.
