Latest news tapi : તાપી જિલ્લામાં આવેલ નદી-જળાશય વિસ્તારમાં પ્રવેશ પર પ્રતિબંધ

તાપી જિલ્લાના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રીએ જાહેરનામુ બહાર પાડીને જિલ્લામાં આવેલી નદી, તળાવ વગેરે જળાશયો પર કોઈપણ વ્યક્તિ/પ્રવાસીઓના પ્રવેશ પર પ્રતિબંધ મુક્યો છે. આવા સ્થળોએ કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે અગમચેતીના ભાગરૂપે જાહેરનામા મુજબ વ્યારાટાઉન વિસ્તારમાં આવેલ નગરપાલિકા હસ્તકનું તળાવ,ઉકાઇ ડાબા કાંઠા નહેર,છીંડીયા ગામે, ચાંચ ફળિયામાં ઝાંખરી નદીના કિનારો, વેલ્દા બંઘાર ફળિયામાં વિશ્રામગૃહ પાસે અમૃતસરોવર, ઇન્દુ તથા રામકુવા,ચિખલી ગામે મીંઢોળા નદી તેમજ ચિખલી ડેમનો વિસ્તાર, વિરપુર તાડકુવા કાટગઢ ગામોમાં મીંઢોળા નદી કિનારાનો વિસ્તાર,ચુનાવાડી ખાપરી નદી નજીકનો વિસ્તાર,થુટી (ઇરીગેશન),ઉકાઇ જળાશયનો વિસ્તાર ઉચ્છલ તાલુકો, જામકી (મીનીગોવા), ઉકાઇ જળાશયનો વિસ્તાર, હરીપુર,વડદેખુર્દ (ઇરીગેશન), ઉકાઇ જળાશયનો વિસ્તાર, કણઝા.કાળાવ્યારા,બેડકુવાદુર ગામે તાપી નદીના કિનારાનો વિસ્તાર,પદમડુંગરી ઇકોટુરીઝમની બાજુમા આવેલ અંબિકા નદીના બ્રિજ પાસેનો વિસ્તાર,વાલોડ વાલ્મીકી નદીના પુલ પાસેનો વિસ્તાર,બાજીપુરા બજાર પાસે, મિંઢોળા નદીના નાના પુલ પાસેનો વિસ્તાર વાલોડ તાલુકો, ડોસવાડા ડેમસાઇટ, ઉકાઇ ડેમના જળાશય હેઠળનો સંપુર્ણ વિસ્તારમાં પ્રવેશ પર પ્રતિબંધ મુક્યો છે. જિલ્લામાં આ પ્રતિબંધથી માછીમારી સાથે સંકળાયેલા લોકોને બાકાત રાખવામાં આવેલ છે. આ જાહેરનામું તા.૧૯/૦૯/૨૦૨૫ સુધી અમલમાં રહેશે.હુકમનો ભગં કરનાર વ્યક્તિ શિક્ષાને પાત્ર થશે.

error: Content is protected !!