HCમાં એક કેસની સુનાવણી દરમિયાન શૌચાલયથી ઓનલાઇન જોડાવવું આ શખ્સને ભારે પડ્યું: 15 દિવસ સામાજિક સેવા કરવા હાઇકોર્ટનો હુકમ

હાઇકોર્ટનો અનાદર કરનાર સામે હાઇકોર્ટે હુકમ કર્યો છે.15 દિવસ સામાજિક સેવા કરવા હાઇકોર્ટનો હુકમ કર્યો છે. સુનાવણીમાં શૌચાલયથી ઓનલાઇન અબ્દુલ જોડાયો હતો. અબ્દુલે બિનશરતી માફી માંગી અને ભૂલ સ્વીકારી કરી છે. અબ્દુલે માફી માંગતા કોર્ટે જેલ ન મોકલવા સૂચન કર્યુ છે. ઓનલાઇન જોડાતા વ્યક્તિઓ માટે નિર્ણય કરાયો છે.હવેથી ઓનલાઇન જતા પહેલા વેઇટીંગ રૂમમાં જોડાવુ પડશે.

ગુજરાત હાઈકોર્ટમાં એક કેસની ઓનલાઈન સુનાવણી દરમિયાન અબ્દુલ શૌચાલયથી ઓનલાઇન જોડાયો હતો. કોટ મિત્રએ આ પ્રકારની ઘટનાઓ અટકે તે માટે કોર્ટને સૂચનો આપ્યા છે. કોર્ટ મિત્રે હાઇકોર્ટ પાસે રહેલી કોમ્યુનિટી સર્વિસ કરાવવાનું સૂચન કર્યું છે. હવેથી હાઇકોર્ટમાં ઓનલાઇનમાં જોડાવવા વ્યક્તિઓએ પહેલા વેઇટિંગ રૂમમાં જોડાવું પડશે.

ગુજરાત હાઇકોર્ટમાં ઓનલાઈન સુનાવાની સમયે થતી પક્ષકરો કે વકીલોની ભૂલ મુદ્દે સુનવણી થઈ હતી. કોર્ટનો અનાદર કરનાર સામે હાઇકોર્ટે 15 દિવસ સામાજિક સેવા કરવા હાઇકોર્ટનો હુકમ કર્યો છે. અબ્દુલે બિનશરતી માફી માંગી અને ભૂલ સ્વીકારી કરી છે.

error: Content is protected !!