રાજકોટના મોરબી રોડ પર આવેલી મારવાડી કોલેજમાં અભ્યાસ કરતી ઝિમ્બાબ્વેની એક અપરિણીત યુવતીએ ખાનગી હોસ્પિટલમાં બાળકીને જન્મ આપતા ચકચાર મચી ગઈ છે. રતનપરમાં રહેતી અને મારવાડી કોલેજમાં અભ્યાસ કરતી ત્રેવીસ વર્ષની ઝિમ્બાબ્વેની યુવતીને રવિવારે મોડી રાત્રે પ્રસૂતિની પીડા ઉપડી હતી. તેને તાત્કાલિક શહેરના એકસો પચાસ ફૂટ રિંગ રોડ પર આવેલી ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી, જ્યાં સોમવારે સવારે આઠ વાગ્યેને પિસ્તાળીસ મિનિટે તેણે બાળકીને જન્મ આપ્યો હતો. યુવતીએ હોસ્પિટલમાં જણાવ્યું હતું કે તે અપરિણીત છે અને બાળકીનો પિતા તેનો બોયફ્રેન્ડ છે, જે પણ ઝિમ્બાબ્વેનો જ છે. બંને લાંબા સમયથી લિવ-ઇન રિલેશનશિપમાં સાથે રહેતા હતા. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
