ઇનર વ્હીલ ક્લબ વ્યારા દ્વારા સ્પર્શ એક અહેસાસ ( કેર ફોર ચિલ્ડ્રન) શાળાના વિધાર્થીઓ માટે એક પ્રોજેક્ટ કરવામાં આવ્યો. વ્યારા જનરલ હોસ્પિટલના ડોક્ટર ચિંતન ગામીત અને ડોક્ટર મોહિનીબેને પીએમશ્રી શાળા, તાલુકા વ્યારાના 400 વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓને ગુડ ટચ બેડ ટચ વિશે માહિતી આપી તેમજ વિદ્યાર્થીનીઓને મેન્સ્યુરેશન સમય દરમિયાન થતા ફેરફાર વિશે જાણકારી આપવામાં આવી હતી. શરીરમાં હાઈજીનનું મહત્વ, મેન્સિસ દરમિયાન શરીર કઈ રીતે હાઈજીન રાખવું તેના વિશે માહિતી આપવામાં આવી હતી. શાળાના પ્રિન્સિપાલ પ્રીતિબેન, ક્લબના પ્રમુખ નોવા રાણા, ક્લબના સેક્રેટરી ફાલ્ગુની રાણા તેમજ શાળાનો સમગ્ર સ્ટાફ હાજર રહ્યા હતા.
