ખુરદી ગામે ખેડૂતના ખેતરે નવો સર્વિસ વાયર નાખવા ગયેલા વાયરમેનને સામે હાથમાં ડંખ માર્યો હતો. મળતી વિગતો અનુસાર વ્યારા તાલુકાના પેરવડ ગામના રહીશ નિલેશભાઈ ભીમજીભાઈ ગામીત, કપુરા સબ ડીવિઝન ઓફિસમાં ઈલેકટ્રિશિયન તરીકે નોકરી કરે છે. તા.૨૫ ના રોજ કર્મચારીને ઓફિસથી વર્ધી મળી કે ખુરદી ગામે સામાલાભાઈ માદીયાભાઈ ગામીતના ખેતીવાડીનો સર્વિસ વાયર ખરાબ થઈ છે, જે નવો નાંખવાનો છે. જેથી ખેડૂતના ખેતરે સર્વિસ વાયર બદલવા માટે નિલેશભાઇ ગયા હતા, તે દરમિયાન મીટર પેટીનો દરવાજો ખોલતા તે દરમિયાન એક સાપ મીટર પાસે લટકતો જોવા મળ્યો હતો. તેમના હાથમાં સાપે ડંખ માર્યો હતો. તેઓ તાત્કાલિક સરકારી જીપમાં બેસીને વ્યારા જનરલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ થયા હતા.
