વાંસદાના ઉનાઈ ખાતેથી સગર્ભાને ડિલિવરી માટે ડોલવણ ૧૦૮ની ટીમ ડોલવણ તરફ લઈને આવી રહી હતી, તે દરમિયાન અસહ્ય પીડા મહિલાને ઉપડતા એમ્બ્યુલન્સમાં જ સફળ ડિલિવરી કરાવી જેમાં માતા-બાળક બંને સ્વસ્થ છે. મળતી માહિતી પ્રમાણે વાંસદા તાલુકાના ઉનાઈ ગામમાં રેશ્માબેન બ્રિજેશભાઈ ગુપ્તાને પ્રસૂતિનો દુખાવો ઉપડતા રવિવારે વહેલી સવારે ૪ કલાકે ડોલવણ ૧૦૮ એમ્બ્યુલન્સને કોલ મળતા ૧૦૮ની ટીમ તરત જ મહિલાને હોસ્પિટલ ખસેડવા માટે ઉનાઈ ખાતે પહોંચી હતી.
સગર્ભાને લઈને ૧૦૮ ડોલવણ તરફ આવી રહી હતી તે દરમિયાન રસ્તામાં જ મહિલાને ભારે પીડા ઉપડી હતી, મહિલાની તબિયત નાજુક લાગતા ઈએમટી તરુણભાઈ પવાર તથા પાયલોટ મનીષ ગામીતે રસ્તાની બાજુમાં એમ્બ્યુલન્સ થોભાવી તરુણભાઈએ સૂઝબૂઝતાથી ગાડીમાં ઉપલબ્ધ સાધનોની મદદથી મહિલાને નોર્મલ પ્રસુતિ કરાવી હતી. માતા અને બાળક બંનેનો બચાવ્યો હતો.૧૦૮ના ડોક્ટર મિહિરની સલાહ મુજબ જરૂરી ટ્રીટમેન્ટ આપી પ્રસૂતિ બાદ માતા તથા બાળક બંનેને ડોલવણ સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવતા જ્યાં આગળની સારવાર આપવામાં આવી હતી.