તાપી મહિલા હેલ્પલાઇનની ટીમ પાસેથી મળતી માહિતી પ્રમાણે તારીખ ૨૬મી જુલાઈ નારોજ સોનગઢ તાલુકાના એક ગામમાંથી 181 મહિલા હેલ્પલાઇનમા પીડિત મહિલાનો કોલ આવતાં જણાવેલ કે, તેમના પતિ બીજી સ્ત્રી ને ઘરે લઈ આવ્યા છે ને બીજી સ્ત્રી ને પત્ની તરીકે રાખવા માંગે છે,કોલ મળતા જ તાપીની 181 મહિલા હેલ્પલાઇનની ટીમ સ્થળ પર પહોંચી તો જાણવા મળેલ કે પીડિત મહિલા અને તેમના પતિના પાંચ બાળકો હોવા છતાં મહિલાના પતિ ચાર વર્ષથી બીજી સ્ત્રી ને લગ્ન કરવાના ઇરાદાથી લઈને ફરે છે.
બીજી સ્ત્રી ને બધું પુરૂં પાડે છે, ને એક મહિના પહેલા જ બીજી સ્ત્રી ને ઘરે લઈ આવ્યા હતો. પીડિત મહિલા એ તેમના પતિએ લાવેલ બીજી સ્ત્રી ને ઘરમાં ઘુસવા નહીં દેતા પીડિત મહિલાના પતિ બીજી મહિલા ને તેમના ખેતરમાં રહેવા માટે મુકી આવ્યાં હતાં, આથી બીજા દિવસે પીડિત મહિલા તેમના પતિ ને શોધવા ખેતરે ગયા તો પીડીત મહિલાને તેમના પતિ બીજા સ્ત્રી સાથે એકલા મળતાં તેમના વચ્ચે ઝઘડો થયો ને બીજી સ્ત્રી એ પીડીત મહિલાને ધમકી આપી કે તને હું ઘરમાંથી કઢાવી દઈશ આથી પીડિત મહિલા બહેન ગુસ્સે થઈ બીજી સ્ત્રી પર હાથ ઉપાડ્યોને ઝગડો કરી ઘરે જતો રહ્યો હતો.જોકે થોડા સમય પછી પીડિત મહિલાના પતિ ઘરે આવીને પોતાની પત્ની પર હાથ ઉપાડ્યો હતો, ને ઘણા સમયથી તેમના પતિ પૈસા માટે પીડીત મહિલા પાસેથી તેમના ઘરેણાં માંગતા હતા ને આ માટે તેમને હેરાનગતિ કરતાં હતાં.
તાપીની 181 મહિલા હેલ્પલાઇનની ટીમ સ્થળ પર પહોંચી પીડિત મહિલાનું કાઉન્સેલીગ કરતાં તેમને પોલીસ સ્ટેશન ફરિયાદ આપવા સલાહ આપતાં પીડીત બહેન તેમના બાળકો ના કારણે પોલીસ સ્ટેશન જવા ના પાડતાં હતાં. ટીમે મહિલાના પતિ અને બીજી સ્ત્રી ને સ્થળ પર બોલાવતા તે બહેન સ્થળ પરથી ભાગી ગયા હતાં ને કોલ કરતાં કોલ પણ ઉપાડતા નહતો. આથી અમે પીડીતાના પતિને સમજણ આપી કાયદાનું ભાન કરાવેલ તેમની પત્ની અને પાંચ બાળકોનું ભવિષ્ય નું વિચારવા જણાવેલ હવે પછી કાયદો હાથમાં નહીં લેય તેમ સમજણ આપી તેમની પત્ની ને હેરાનગતિ નહીં કરે તથા ઘરેણાં વેચવા દબાણ નહીં કરે તેમ સમજાવેલ છે મહિલાના પતિ સમજી જતાં હવે પછી આવું નહીં કરે તેમ જણાવતા તાપી ની 181 મહિલા હેલ્પલાઇનની ટીમે સ્થળ પર સમાધાન કરાવ્યું હતું.