Latest news : સસરાએ જ પોલીસને ફોન કરીને દારુની પાર્ટીની માહિતી આપી : 4 પુરુષો અને 2 મહિલા દારુની મહેફિલ માણતા ઝડપાયા

સુરતમાં ફ્રેન્ડશીપ ડે પર ચાલતી દારૂની મહેફીલનો પર્દાફાશ થયો છે. સુરતના ડુમસમાં વિકેન્ડ એડ્રેસના ચોથા માળે દારૂની મહેફીલ ચાલતી હતી અને તેમાં સસરાએ પોલીસને એવો ફોન કર્યો કે તેમની પુત્રવધુ દારુની મહેફિલ માણી રહી છે જેથી પોલીસ ત્રાટકી હતી જેમાં 4 પુરુષો અને 2 મહિલા દારુની મહેફિલ માણતા ઝડપાયા હતા.

મળતી માહિતી પ્રમાણે સુરતના ડુમસ વિસ્તારમાં વિકેન્ડ એડ્રેસના ચોથા માળે પપુત્રવધૂ દારુની મહેફિલ માણે છે તેવો કંટાળેલા સસરાએ પોલીસને ફોન કર્યો હતો. આ ફ્રેન્ડશીપ ડેની પાર્ટી ચાલી રહી હતી. સસરાએ પોલીસને કહ્યું કે તેમના પુત્રની વહુ તેના પુરુષ મિત્રો સાથે પાર્ટી કરી રહી છે.પોલીસે રુમમાંથી ચાર પુરુષ અને 2 મહિલા દારુની મહેફિલ માણી રહ્યા હોવાથી તેમની અટકાયત કરી હતી. પોલીસે મિત હિમાંશુ વ્યાસ, સંકલ્પ અજય પટેલ, લોક ભાવેશ દેસાઇ અને સમકીત કલાપીભાઇ વીમાવાલાને પકડ્યા હતા જેમના મોંઢામાંથી દારુની વાસ આવી રહી હતી. રુમમાં અન્ય 2 યુવતી પણ મળી આવી હતી. આ તમામ યુવાનો પણ 24થી 25 વર્ષના હતા. પોલીસે કહ્યું કે પકડાયેલી બંને મહિલા આર્ટિસ્ટ છે.અંદાજે 24થી 25 વર્ષની બંને યુવતીના મોંઢામાંથી પણ દારુની વાસ આવી રહી હતી.

આ બંને મહિલામાંથી એક મહિલા એવી હતી જેના સસરાએ જ પોલીસને ફોન કરીને દારુની પાર્ટીની માહિતી આપી દીધી હતી. જો કે સમગ્ર ઘટના અંગે વીકેન્ડ એડ્રેસ રિસોર્ટ મેનેજરે લૂલો બચાવ કર્યો હતો અને કહ્યું હતું કે અમે પોલીસને પૂરો સહયોગ આપ્યો હતો તથા અમે તો રિસોર્ટમાં આવતા લોકોની એન્ટ્રી કરીએ છીએ. તેઓ રૂમમાં શું પ્રવૃત્તિ કરે છે તેની અમને જાણ નથી. તેમણે બચાવ કર્યો હતો કે અમે દારૂ પીવાની કોઈ પરવાનગી આપતા નથી અને હોટલની અંદર પર્સનલ સામાન અમે ચેક કરતા નથી. તેમણે તો વળી એવો દાવો પણ કર્યો કે આ જે જગ્યાએ ઘટના બની છે તે અમારી હોટલનો રૂમ નથી. આ રુમ કે જ્યાંથી દારુની મહેફિલ ઝડપાઇ છે તે રુમને નીલમ પ્રમોદ કેસાનને વેચાણ દસ્તાવેજ કરીને આપેલો છે અને નીલમે દર્શન નામના વ્યક્તિને રુમ ભાડે આપેલો છે. આરોપી એટલા ચાલાક હતા કે તેમણે રુમ નંબર 419 માટે રજિસ્ટ્રેશન કરાવ્યું હતું પણ તેઓ રુમ નંબર 443માં રોકાયા હતા.પોલીસે રુમની તલાશી લેતાં દારુની બોટ, તથા દારુ ભરેલા 4 ગ્લાસ અને 7 મોબાઇલ ફોન મળ્યા હતા. તમામ આરોપીનું મેડિકલ પરિક્ષણ પણ કરાવાયું હતું.

error: Content is protected !!