સુરત શહેરના વરાછા મિનીબજારના દલાલ પાસેથી ૨૧.૯૧ લાખના હીરા લઈ ગયા બાદ બારડોલીના બાબેનનો કારખાનેદાર રફુચક્કર થઇ ગયો હતો.મળતી માહિતી પ્રમાણે વેલંજાની રામવાટિકા સોસાયટી-૩માં રહેતા કિશોરભાઈ કલ્યાણ વોરા વરાછા, મિનીબજારમાં હીરાની દલાલી કરે છે. ચાર વર્ષ પહેલાં તેઓ મિત્ર મારફત ભરત વશરામ પાઘડાળ (રહે. અવધ લાઇફ સ્ટાઈલ, બાબેન) સાથે પરિચય થયો હતો. બારડોલીમાં હીરાનું કારખાનું ધરાવી મોટા પાયે કામ હોવાનું જણાવી ભરત પાઘડાળ સપ્ટેમ્બર- ૨૪થી ઓક્ટોબર-૨૪ના એક મહિનાના સમયગાળામાં ૨૧.૯૧ લાખ રૂપિયાની કિંમતના હીરા ખરીદ્યા હતા. ૨૫મી ઓક્ટોબરે ભરત ફોન કરી ભાગી છૂટ્યો હતો. આ દલાલ તેના ભાગીદારને મળ્યા હતા. ભાગીદાર હરેશ સાવલિયાના હીરા પણ લઈને ભરત ભાગ્યો હોવાની વાતો વચ્ચે મામલો વરાછા પોલીસ મથકે પહોંચ્યો હતો.
