Latest News Surat: સુરત અને તાપી જિલ્લામાં વધુ બે દર્દીઓ લેપ્ટોસ્પાયરોસિસની ઝપેટમાં, દક્ષિણ ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ ૨૦ પોઝિટિવ દર્દીઓ મળી આવ્યા

દક્ષિણ ગુજરાતના સુરત અને તાપી જિલ્લામાં લેપ્ટોસ્પાયરોસિસના વધુ બે પોઝિટિવ દર્દીઓ મળી આવ્યા છે. માંડવી તાલુકાના લાખ ગામની ૬૦ વર્ષની વય ધરાવતી વૃદ્ધ મહિલાને તેમજ સોનગઢ તાલુકાના  ચીખલી- ભેસરોટ ગામના 23 વર્ષના યુવક બંનેને  સારવાર માટે સુરતની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.આમ દક્ષિણ ગુજરાતમાં અત્યાર સુધીમાં લેપ્ટો સ્પાઈરોસિસ ના દર્દીઓની સંખ્યા 20 ઉપર પહોંચી છે અને તાપી અને સુરત જિલ્લામાં એક-એક દર્દીનું મૃત્યુ થયું છે.

સુરત જિલ્લા આરોગ્ય વિભાગે માહિતી આપી છે કે સુરત જિલ્લાના માંડવી તાલુકાના લાખ ગામના ૬૦ વર્ષની વય ધરાવતા મહિલા કેટલાક દિવસ પહેલા બીમાર પડ્યા હતા અને પરિવાર ના સભ્યો સારવાર માટે સુરત નવી સિવિલ હોસ્પિટલ લાવતા તેમના લેપ્ટો સ્પાઈરોસિસ નો ટેસ્ટ કરાવવામાં આવ્યો હતો જેમાં તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો હાલ તેમની  સ્થિતિ સ્થિર હોવાનું જાણવા મળે છે આ ઉપરાંત  તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના ચીખલી ભેસરોટ ગામનો 23 વર્ષીય યુવક થોડા દિવસ પહેલા બીમાર પડ્યો હતો તેને વધુ સારવાર માટે સુરત સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો અને લેપ્ટો સ્પાઇરોસીસ નો ટેસ્ટ કરાવતા રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો જે સારવાર હેઠળ હોવાનું જાણવા મળે છે.ડોક્ટરોએ તેની હાલત સ્થિર ગણાવી છે.  આ સાથે, 2025 ની વરસાદી ઋતુમાં અત્યાર સુધીમાં કુલ ૨૦ પોઝિટિવ લેપ્ટોસ્પાયરોસિસના દર્દીઓ નોંધાયા છે. આમાં તાપી જિલ્લામાં સૌથી વધુ 8, સુરત જિલ્લામાં 6, વલસાડ જિલ્લામાં 3, સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં 2 અને નવસારી જિલ્લામાં 1 દર્દીઓનો સમાવેશ થાય છે. જ્યારે સુરત અને તાપી જિલ્લામાં કુલ બે લેપ્ટોસ્પાયરોસિસના દર્દીઓનું મૃત્યુ થયું છે. નોંધનીય છે કે વર્ષ 2024 માં, સુરત સહિત દક્ષિણ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં લેપ્ટોસ્પાયરોસિસના 22 દર્દીઓ નોંધાયા હતા અને પાંચ દર્દીઓના મૃત્યુ થયા હતા.

error: Content is protected !!