સુરત શહેરમાં આવેલા કતારગામમાં રહેતા બે સંતાનના પિતાએ ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. યુવકે ગૃહ કંકાસને કારણે આપઘાતનું પગલું ભર્યું હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર, કતારગામ વિસ્તારમાં આવેલ પરીજત એપાર્ટમેન્ટમાં ૪૩ વર્ષીય દીપક જયરામભાઈ સોલંકી પત્ની તેમજ બે પુત્રી સહિતના પરિવાર સાથે રહેતા હતા. દિપકભાઈ જીટીપીએલમાં નોકરી કરી પરિવારનું ભરણપોષણ કરતા હતા. દીપકભાઈનો પત્ની સાથે ઘરમાં અવારનવાર કોઈકને કોઈ બાબતને લઈ ઝઘડાઓ થતા હતા. દરમિયાન બે દિવસ પહેલા પણ બંને વચ્ચે કોઈક બાબતને લઈને ઘરમાં ઝઘડો થયો હતો. જેથી ગૃહ કંકાસને કારણે સવારે દીપકભાઈએ ઘરે પંખા સાથે દુપટ્ટો બાંધી ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ બનાવ અંગે વધુ ઊંડાણપૂર્વકની તપાસ કતારગામ પોલીસ કરી રહી છે.





