સુરત શહેરમાં પાણીજન્ય રોગચાળાએ વધુ એક યુવકનો ભોગ લીધો હતો. મોરા ગામમાં ખાનગી કંપનીમાં હેલ્પર તરીકે કામ કરતા યુવકનું તાવની બીમારીમાં સંપડાતા મોત થયું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર, મૂળ ઉત્તર પ્રદેશ અને હાલ હજીરા મોરા ગામમાં આવેલ રોહાન કોલોનીમાં ૪૧ વર્ષીય દિનેશ નાનકુભાઈ રાજભર રહેતા હતા અને ખાનગી કંપનીમાં હેલ્પર તરીકે કામ કરી પત્ની, ચાર પુત્રી અને એક પુત્ર સહિતના પરિવારનું ભરણપોષણ કરતા હતા. દિનેશભાઈને છેલ્લા બે-ત્રણ દિવસથી તાવ આવતો હતો. બાદમાં ગઈકાલે રાત્રે તેમની વધુ તબિયત લથડતા ૧૦૮માં નવી સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાં ફરજ પરના તબીબે જોઈ તપાસી તેમને મૃત જાહેર કર્યા હતા.





