ડોલવણના બેડા રાયપુરા ગામે જય રાકેશભાઈ ચૌધરી માતા અને નાની બહેન સાથે ચૌધરી માતા અને નાની બહેન સાથે ચૌધરી ફળીયામાં રહેતો હતો અને ડોલવણ મામલતદાર કચેરીમાં મધ્યહન ભોજન વિભાગમાં કરાર આધારિત કોમ્પ્યુટર ઓપરેટર તરીકે નોકરી કરતો હતો. નોકરી પતાવી મિત્રોને મળી ગુરુવારે રાત્રે યામાહા કંપનીની બાઇક લઈને વ્યારા-ઉનાઈ હાઇવે નંબર 56 ઉપરથી ઘર તરફ જઈ રહ્યો હતો. દરમિયાન ડોલવણના વાંકલા ગામની સીમમાં ચર્ચની સામે રાત્રે 9:00 કલાકે એક ટ્રક ચાલાકે તેની ટ્રક રસ્તા પર પાછળ રીફલેકટર કે પાર્કિંગ લાઈટ ચાલુ કર્યા વગર અંધારામાં અડચણરૂપ ઉભી રાખી હોય તેની પાછળ જય ચૌધરી બાઈક લઈ ઘુસી જતા અકસ્માત સર્જાયો હતો જેમાં જયને માથાના ભાગે તથા શરીરને ગંભીર ઈજા થતાં સારવાર માટે વ્યારા જનરલ હોસ્પિટલ ખસેડાયો હતો જોકે તેનું મોત નીપજ્યું હતું.બનાવ અંગે વિમલકુમાર ચૌધરીએ ડોલવણ પોલીસ મથકે ફરિયાદ આપી હતી.





