છેલ્લાં ચાલીસ વર્ષથી નરેન્દ્રભાઈ કાચલિયા પોતાના નિવાસે ગણપતિ બાપ્પાને પૂરા દસ દિવસ માટે સ્થાપના કરે છે.આ પાવન પરંપરા માત્ર ધાર્મિક વિધિ નહીં, પરંતુ પરિવારની હૃદયની ભાવના છે —પત્ની રીના, પુત્ર મિહિર, વહુ શ્રુતિ અને પૌત્રી યશી માટે આ પ્રસંગ એક આનંદમય મેળો છે.
આ વર્ષે બાપ્પાની પ્રતિમા છ ફૂટ ઊંચી, શોભાયમાન અને દિવ્ય તેજસ્વી રૂપમાં પધારેલી છે.દરેક સાંજ આરતીના ઘંટારાવ, મંત્રોચ્ચાર અને ભજનોથી વાતાવરણ ગુંજી ઉઠે છે.આવતા 4 સપ્ટેમ્બરે 2025 તો ભક્તિનું વિશેષ રંગમંચ સજશે —
ગાયક મિત્રમંડળ પોતાના સ્વરોથી બાપ્પાને સમર્પિત ગીતો ગાશે,જેમાં ખાસ કરી બીજલ બેન જગડ, પારુલ સુગંધી, નીલાબેન ઠાકર, અંજનાબેન નો સમાવાશે છે અને અન્ય બીજા ૩૦ ગાયકો બાપ્પા ને સમર્પિત ગીત ગાશે.
ત્યાર બાદ ભવ્ય જમણવારનું આયોજન કરવામાં આવ્યું છે.ગણેશોત્સવનો આ ઉમંગ, ભક્તિ અને મિલનનો સંગમ,ભટવાડીમાં વર્ષો સુધી યાદ રહે તેવી પાવન સ્મૃતિઓ આપી જશે.





