ભારતમાં એઆઇ મામલે મેગા પ્રોજેક્ટ

ભારત સરકારે ઓપનએઆઇથી આ પ્રોજેક્ટનો મોટો ભાગ ભારતમાં રોકાણ કરવા માટે અને ભારતીય યુઝર્સના ડેટાને લોકલ લેવલ પર લાવવા માટે અનુરોધ કર્યો છે. એઆઇના મોર્ચે ન માત્ર ભારત પરતું વિશ્વમાં તેજ ગતિએ કામ થઇ રહ્યુ છે.દુનિયાના સૌથી વધુ અમીર ઉદ્યોગપતિ એલન મસ્ક આ મામલે મોર્ચો સંભાળીને બેઠા છે. ચેટજીટીપી ડેવલપ કરનાર કંપની ઓપનએઆઇ મામલે ખૂબ આગળ વધી છે. ચેટજીપીટી બનાવનાર કંપનીઓ ભારતમાં એઆઇ મામલે મેગા પ્રોજેક્ટ લઇને આવી રહી છે. આ પ્રોજેક્ટ 44 લાખ કરોડ રૂપિયા કરતા વધુ છે. ઓપનએઆઇ દેશની મોટાભાગની ડેટા કંપનીઓ સાથે વાતચીત કરી રહી છે. ગ્લોબલ જાએન્ટની વાતચીત એશિયાના સૌથી અમીર ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ સાથે ચાલી રહી છે.

મુકેશ અંબાણી પોતે આ સેક્ટરમાં આગળ વધી ચુક્યા છે. જામનગરમાં દુનિયાનો સૌથી મોટો ડેટા સેન્ટર બનાવવા માટે જાહેરાત પણ કરી ચુક્યા છે. તેવામાં ઓપનએઆઇની વાતચીત કંપની અને મુકેશ અંબાણી માટે ખૂબ મહત્ત્વની છે. સરકારે જણાવ્યુ છે કે 500 અરબ ડૉલરની આ યોજનામાંથી ઓછામાં ઓછા અરબ ડૉલર ભારતમાં રોકાણ કરવા જોઇએ. ઓપનએઆઇ માટે ભારત એક મુખ્ય બજાર બની રહ્યુ છે.

ભારતની ભાગીદારી કેટલી ? : સ્થાનિકોના ડેટા સ્ટોરેજ અને પ્રોસેસિંગ પણ શરુ કરવામાં આવશે. માઇક્રોસોફ્ટ અને ગૂગલ જેવી કંપનીઓના દેશમાં પહેલાથી જ મોટા-મોટા ડેટા સેન્ટર છે. અને મેટા તથા એડબ્લ્યૂએસનો વિસ્તાર પણ છે. જેના કારણે કામમાં વધુ ગતિ જોવા મળશે. ભારતની ભાગીદારી દુનિયાની એઆઇ કમ્પ્યૂટિંગ ક્ષમતાના 1 ટકા કરતા પણ ઓછી છે. જે આજના ટેક્નોલોજીના યુગમાં સૌથી મોટું અંતર છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે જામનગરમાં 1 ગીગાવોટ ક્ષમતાની સુવિધા સાથે 10 અરબ ડૉલરના રોકાણથી દુનિયાનું સૌથી મોટું ઉર્જા ગીગા કોમ્પ્લેક્સ બનાવવાની યોજના જાહેર કરી છે.

error: Content is protected !!