જમ્મુ કાશ્મીરના કુપવાડામાં સુરક્ષા દળોએ બે આતંકવાદીઓને ઠાર માર્યા

જમ્મુ કાશ્મીરના કુપવાડામાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ ચાલી રહી છે. જેમાં સુરક્ષા દળોએ બે આતંકવાદીઓને ઠાર માર્યા છે. ગુપ્તચર એજન્સીઓ પાસેથી મળેલા ઇનપુટના આધારે કુપવાડા જિલ્લાના કેરન સેક્ટરમાં સંયુક્ત ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું.ચિનાર કોર્પ્સના જણાવ્યા અનુસાર સેનાએ ઘૂસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવવા માટે આ ઓપરેશન હાથ ધર્યું હતું.

આ ઓપરેશન દરમિયાન સેનાના જવાનો શંકાસ્પદ ગતિવિધિઓ જોતા સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. જેની બાદ આતંકીઓએ અંધાધૂંધ ગોળીબાર શરૂ કર્યો હતો. જયારે સુરક્ષા દળોએ વળતો જવાબ આપ્યો હતો. સેનાએ જણાવ્યું હતું કે સુરક્ષા દળોએ આતંકવાદીઓને ઘેરી લીધા છે. આ વિસ્તારમાં ઓપરેશન હજુ પણ ચાલુ છે અને વધારાના દળો તૈનાત કરવામાં આવ્યા છે.ઉલ્લેખનીય છે કે, 6 નવેમ્બરના રોજ સુરક્ષા દળોએ કિશ્તવાડ જિલ્લાના છત્રુ સબ ડિવિઝનના નાયડગામ વિસ્તારના કલાબન વન વિસ્તારમાં સતત બીજા દિવસે આતંકવાદીઓ માટે શોધ અભિયાન શરૂ કર્યું હતું. બુધવારે સવારે 7 થી 8 વાગ્યાની વચ્ચે તે જ જંગલ વિસ્તારમાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ થઈ હતી. આ અથડામણમાં એક સૈનિક ગંભીર રીતે ઘાયલ થયો હતો અને તેને સારવાર માટે ઉધમપુરની ઉત્તરી કમાન્ડ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. હજુ પણ આ વિસ્તારમાં આશરે બે થી ત્રણ આતંકવાદીઓ સક્રિય છે.

error: Content is protected !!