Latest News Gujarat : કારે પાંચ શ્રમિકને ઉડાડ્યા

વડોદરાના પાદરા નજીક દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વેનું કામ ચાલી રહ્યું છે. અહીં કામ કરી રહેલા મજૂરોને એક પુરપાટ ઝડપે આવતી કારે અડફેટે લીધા હતા, જેમાંથી બે મજૂરના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા જ્યારે ત્રણ મજૂરો સદનસીબે બચી ગયા હતાં.

અહીંના પાદરાના સરસવણી ગામ પાસ હાઈ વે પર મજૂરો સમારકામ કરી રહ્યા હતા. બુધવારે સવારે વડોદરાથી ભરૂચ તરફ જતા રસ્તા પર એક કારચાલકે કાર પરનું નિયંત્રણ ગુમાવી દીધું હતું અને કાર સીધા કામ કરી રહેલા મજૂરોમાંથી પાંચ મજૂર પર ફરી વળી હતી.જેમાં દિલીપ દહિયા અને મનોજ કુમારના નામના બે મજૂરોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું. જોકે તેમને હૉસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, પરંતુ ડોક્ટરોએ મૃત જાહેર કર્યા હતા.પોલીસે કારચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરી તેને પકડવા ટીમ રવાના કરી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

Salute Tapi Police : રજનીકાંતના મુવી તથા બોલીવુડ ફિલ્મમાં રોલ આપવાની લાલચ આપી, સુરેશકુમાર કાસ્ટીંગના નામથી ફ્રોડ કરનાર સાયબર ઠગને ઝડપી પાડ્યો, દેશભરના અલગ અલગ રાજ્યોના દસ જેટલા ગુનાઓમાં પણ વોન્ટેડ હતો

error: Content is protected !!