Trending News Today : આ મિસાઇલ ૩૫૦૦ કિમી દૂરના લક્ષ્યને ભેદવા માટે બનાવવામાં આવી,કે-૪ નામની મધ્યમ-અંતરની બેલિસ્ટિક મિસાઇલનું સફળ પરીક્ષણ

ભારતે બંગાળની ખાડીમાં પરમાણુ સંચાલિત સબમરીન આઇએનએસ અરિઘાટ પરથી કે-૪ નામની મધ્યમ-અંતરની બેલિસ્ટિક મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યું હતું. આ મિસાઇલ ૩૫૦૦ કિમી દૂરના લક્ષ્યને ભેદવા માટે બનાવવામાં આવી છે. જો કે આ મિસાઇલ પરીક્ષણ અંગે સંરક્ષણ મંત્રાલય તરફથી કોઇ સત્તાવાર નિવેદન આવ્યું નથી.

જો કે સૂત્રોએ પુષ્ટિ કરતાં જણાવ્યું હતું કે આ મિસાઇલ સોલિડ-ફ્યૂઅલથી ચાલતી કે-૪ હતી. જે બે ટન પરમાણુ પેલોડ વહન કરી શકે છે. જે ભારતના ન્યૂક્લિયર ટ્રાયડના દરિયાઇ ઘટકને મજબૂત બનાવવા માટે અતિ મહત્વની છે.સૂત્રએ જણાવ્યું કે એક વ્યાપક વિશ્લેષણથી નક્કી થશે કે મંગળવારના પરીક્ષણે ખરેખર તમામ નિર્ધારીત તક્નીકી માપદંડો અને મિશન ઉદ્દેશ્યોને પૂર્ણ કર્યા છે કે કોઇ ખામીઓ સામે આવી છે. બેલિસ્ટિક મિસાઇલો ખાસ કરીને સબમરીનથી લોન્ચ કરવામાં આવતી મિસાઇલો સંપૂર્ણ કાર્યરત સ્થિતિમાં પહોંચવા માટે સામાન્ય રીતે ઘણા પરીક્ષણો માંગતી હોય છે.છેલ્લા કેટલાક વર્ષોમાં સબમર્સિબલ પોન્ટૂનના રૂપમાં પાણીની અંદરના પ્લેટફોર્મ પરથી અનેક પરીક્ષણો કર્યા બાદ બે તબક્કાવાળી કે-૪ મિસાઇલનું ગયા વર્ષે નવેમ્બરમાં પહેલી વાર આઇએનએસ અરિઘાટ પરથી પરીક્ષણ કરવામાં આવ્યું હતું.આઇએનએસ અરિઘાટ કે જે દેશની બીજી પરમાણુ સંચાલિત સબમરીન છે. જેમાં પરમાણુ શસ્ત્રોથી સજ્જ બેલેસ્ટિક મિસાઇલો છે(જેને નૌકાદળની ભાષામાં એસએસબીએન કહેવાય છે). આ સબમરીન ગત વર્ષે ૨૯ ઓગસ્ટના રોજ કાર્યરત કરવામાં આવી હતી.

error: Content is protected !!